ખરાબ ફોર્મ બાદ પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યો વિરાટ કોહલી, અનુષ્કા શર્માએ માગી આ વસ્તુ, જુઓ વીડ

ખરાબ ફોર્મ બાદ પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યો વિરાટ કોહલી, અનુષ્કા શર્માએ માગી આ વસ્તુ, જુઓ વીડિયો

01/10/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ખરાબ ફોર્મ બાદ પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યો વિરાટ કોહલી, અનુષ્કા શર્માએ માગી આ વસ્તુ, જુઓ વીડ

Virat Kohli Anushka Sharma Visit Premanand Maharaj: છેલ્લા કેટલાક વર્ષોમાં, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઘણી ધાર્મિક યાત્રાઓ કરી છે. બંને પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાતથી લઇને બાબા નીમ કરૌલીના કૈંચી ધામની પણ મુલાકાત લઇ ચૂક્યા છે. અને હવે ફરી એકવાર આ સ્ટાર કપલ પ્રેમાનંદ મહારાજના દરબારમાં હાજરી લગાવી હતી. વિરાટ કોહલી તેની પત્ની અને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિરાટે તેમને ઘૂંટણિયે પડીને પ્રણામ કર્યા હતા. જ્યારે અનુષ્કા શર્માએ મહારાજને દંડવત પ્રણામ કર્યા હતા. અનુષ્કાએ સંત પાસેથી આશીર્વાદ સ્વરૂપ પ્રેમ અને ભક્તિની માગ કરી હતી.


અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ પાસેથી પ્રેમ અને ભક્તિની માગ કરી

અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ પાસેથી પ્રેમ અને ભક્તિની માગ કરી

ઘણીવાર, દેશના અગ્રણી વ્યક્તિઓ વૃંદાવનના લોકપ્રિય સંત હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજને મળવા અને તેમના દર્શન કરવા માટે આવે છે. વિરાટ અને અનુષ્કા બીજી વખત પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિરાટ અને અનુષ્કાના ખબરઅંતર પૂછ્યા. ત્યારબાદ અનુષ્કાએ કહ્યું કે, 'ગત વખતે જ્યારે અમે આવ્યા હતા, ત્યારે અમારા મનમાં કેટલાક સવાલ હતા. અને મને લાગ્યું કે હું પૂછીશ, પણ ત્યાં બેઠા કોઈક ને કોઇક એજ પ્રકારના સવાલ કર્યા. હું તમારી સાથે મનમાં ને મનમાં વાતો કરી રહી હતી, જે મારા મનમાં સવાલ હતા. બીજા દિવસે, જ્યારે પણ હું વાર્તાલાપ જોતી હતી, ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ મને આ પ્રશ્ન પૂછી લેતી. બોલિવુડ અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'તમે મને બસ પ્રેમ અને ભક્તિ આપી દો'.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


પ્રેમાનંદ મહારાજે વિરાટ-અનુષ્કાને આશીર્વાદ આપ્યા

પ્રેમાનંદ મહારાજે વિરાટ-અનુષ્કાને આશીર્વાદ આપ્યા

પ્રેમાનંદ મહારાજે બંનેને આશીર્વાદ આપતા તેમની પ્રશંસા પણ કરી. સંતે કહ્યું કે, 'આ લોકો (વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા) ખૂબ બહાદુર છે.' દુન્યવી ખ્યાતિ અને સન્માન પ્રાપ્ત કર્યા બાદ ભક્તિ તરફ વળવું ખૂબ મુશ્કેલ છે. અમને લાગે છે કે તમારી ભક્તિનો તેમના પર ખાસ પ્રભાવ પડશે. ભક્તિથી ઉપર કંઈ નથી. નામનો જાપ કરો, ખુશ રહો. અને ખૂબ પ્રેમથી જીવો. ખૂબ ખુશીથી જીવો.


બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કોહલી ફ્લૉપ રહ્યો

બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કોહલી ફ્લૉપ રહ્યો

તાજેતરમાં પૂર્ણ થયેલી બૉર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી પોતાના બેટથી જાદુ વિખેરી શક્યો નહોતો. તેણે 5 મેચની નવ ઇનિંગ્સમાં ફક્ત 190 રન બનાવ્યા હતા. વિરાટના બેટમાંથી ફક્ત એક જ સદી (પર્થ ટેસ્ટના બીજા દાવમાં અણનમ 100) આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top