વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા 'શ્રી રામોત્સવ' પરિસરમાં 75મા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી
01/26/2024
Education
RepublicDay2024, સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેનો કાર્યક્રમ વિશ્વવિધાલયના 'શ્રી રામોત્સવ' પરિસર માં સવારે ૮ કલાકે ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા ધ્વજારોહણ કરીને તેમજ કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, સિન્ડિકેટ સદસ્ય શ્રી સંજય લાપસીવાલા , યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરીને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો હતો . ત્યારબાદ રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી . જેમાં અલગ અલગ ૫ કંન્ટીજનના ૧૦ કમાન્ડર અને ૧૨૧ કેડેટ અને પાઈલટે ભાગ લીધો હતો. ૭૫માં ગણતંત્ર દિવસની ઉજવણીનીમાં NSS ના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ અને ભગવાન શ્રીરામની ધજા સાથે પરેડ કરવામાં આવી હતી.
'શ્રી રામોત્સવ' પરિસરમાં ધ્વજવંદન કર્યા બાદ વિશ્વવિદ્યાલયના કુલગુરુ શ્રી ડો. કિશોરસિંહ ચાવડા, કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, સિન્ડિકેટ સદસ્ય શ્રી સંજય લાપસીવાલા, બોર્ડ ઑફ મેનેજમેન્ટના સભ્ય શ્રી ડો.અપૂર્વ દેસાઇ, શ્રી ડો.રાજેન્દ્ર પટેલ એજયુકેશન વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ , એક્ઝિક્યુટવ કાઉન્સિલના સભ્ય શ્રી ડો.જીતેન્દ્રભાઈ ઢીમર , યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો.દિપેશ પટેલ, પત્રકારત્વ વિભાગના કો- ઓર્ડીનેટર ડો.ભરત ઠાકોર,વિવિધ વિભાગના વડાશ્રી ઓ દ્વારા દીપપ્રાગટ્ય અને ભારતમાતાની આરતી કરવામાં આવી હતી. યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ દ્વારા કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાનું સ્વાગત પુસ્તક, મોમેન્ટો, ખેસ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું . ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી ડો.દિપેશ પેટલ દ્વારા કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવીનું પુસ્તક, મોમેન્ટો, ખેસ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડો.પ્રકાશચંદ્ર પટેલ દ્વારાએક્ઝિક્યુટિવકાઉન્સિલ સદસ્ય શ્રી સંજય લાપસીવાલા, શ્રી ડો.અપૂર્વ દેસાઈ, શ્રી રાજેન્દ્ર પટેલ , શ્રી જીતેન્દ્ર ઢીમરનું સ્વાગત પુસ્તક, મોમેન્ટો, ખેસ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિશ્વવિદ્યાલયના કુલગુરુ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા ભારત માતા કી જય અને જય જય શ્રી રામના જય ઘોષ સાથે ઉદ્દબોધનની શરુઆત કરવામાં આવી હતી. તેમણે યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી.ડો.પ્રકાશચંદ્રના નેતૃત્વ માં છેલ્લાં ૨ વર્ષમાં વિદ્યાર્થીઓનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ અને બોર્ડ ઑફ મેનેજમેન્ટના સભ્યો અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની ઉપસ્થિતિને લઈને તાળીઓ થી અભિવાદન કરાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ૨૬ ફેબ્રુઆરીના પદવીદાન સમારોહ, સર્ટિફિકેટ કોર્સ,કર્તવ્યપરાયણતા, શ્રી રામોત્સવ જેવા વિષયો પર ઉદ્બોધન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ખાસ વિકસિત ભારત @ ૨૦૪૭ માં તેમજ GQ3માં ભાગ લેવા , રાષ્ટ્રહીત માટે શું કરી શકીએ એ અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
વિશ્વવિદ્યાલયના કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં વિશ્વવિદ્યાલય પ્રગતિના પથ પર હોવાની, ABC ID માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે , MYSY માં તેમજ શોધ સ્કોલરશિપમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે હોવાની માહિતી અંગત કરાવ્યા હતા અને ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ભાવના ને લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સિન્ડિકેટ સદસ્ય શ્રી સંજય લાપસીવાલા એ તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમેલિત થઇને દેશને એક સંદેશો આપ્યો છે કે દેશ સમભાવની ભાવના તરફ આગળ વધી રહ્યો છે, રામ રાજ્ય તરફ વધી રહ્યો છે. જ્યાં કોઈપણ પ્રકારનો જાતિગત વર્ગ ભેદ નથી. આ સમયે દેશના સમસ્ત સંવેધાનિક પદ ઉપર , રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી જેવા પદ પર વિભિન્ન વર્ગથી સબંધિત પ્રતિનિધિઓ પદાધિન છે. જે રામરાજ્યની જેમ દેશની સમરસ ભાવના દર્શાવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમસ્ત દેશમાં રામરાજ્યની જેમ દરેક વર્ગોના સામાજિક વિકાસ માટે સમાન યોજનાઓ લાગુ કરી છે. જેમ કે આયુષ્માન કાર્ડ યોજના, ઉજ્વલા યોજના, બાળ શિક્ષા યોજના, કિસાન યોજના, યુવાઓ માટે સ્ટાર્ટ અપ યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ઉચ્ચ શિક્ષા પ્રોત્સાહન યોજના , લઘુ- મધ્યમ ઉદ્યમીઓ માટેની અનેક સ્વાવલાંબી યોજનાઓ દેશને આગળ વધારવા માટે લાગુ કરી છે.
યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી.ડો.પ્રકાશચંદ્ર પટેલ દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ખાસ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માં માત્ર પર્વ સમજીને નહીં પરંતુ કર્તવ્ય સમજીને રાષ્ટ્રોત્સવમાં ભાગીદારી નોંધાવી જોઈએ એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે ભારત અને દેશના રાષ્ટ્રધ્વજનું શું મહત્વ હતું એ વાત યાદ કરાવીને તેમણે દેશ પ્રત્યેની લાગણીના ગર્વિત ભાવ અંગે સમજણ કેળવવાની વાત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગના વડાશ્રી, કોઓર્ડીનેટર, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ અને બિન-શૈક્ષિણીક કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજ્ય સ્તરની વિવિધ પ્રવૃત્તિઓ માટે ડો.શોભના પ્રજાપતિ , ડો.મયંક સોઢા , શ્રી આયુષ દોશી, દિગ્વાસા ગોહિલ, ગૌરવ ચૌહાણ અને વિરલ માંગરોળીયા , ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો.દિપેશ પટેલ, IT વિભાગની ટીમ, યુવક કલ્યાણ વિભાગ ટીમ, એસ્ટેટ વિભાગની ટીમ, રાષ્ટ્રીય સેવાયોજનાની ટીમ, હેલ્પ ડેસ્કની ટીમ, મીડિયા ટીમનું કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ ચાવડા દ્વારા પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અંતે યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો. પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આભાર વિધિ કરાયા બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp