વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણી વેડફાયું

વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણી વેડફાયું

11/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણી વેડફાયું

Water line breaks in Vadodara: પાલિકા દ્વારા લાખો-કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ જેવીની તેવી રહેતી હોય છે. રસ્તા, પાણીની નવી લાઈનો નાખવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવે છે, પરંતુ કામો ચાલુ થાય એ વખતે કામોનું જરૂરી ઇન્સ્પેક્શન ન થતું હોવાના કારણે કોન્ટ્રાક્ટરો કામોમાં ગેરરીતિ કરીને કામ પૂર્ણ કરે છે, અંતે શહેરીજનોએ જ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે.


વડોદરાના મકરપુરા રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ

વડોદરાના મકરપુરા રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ

વડોદરા શહેરમાં એક તરફ પાલિકાનું તંત્ર નગરજનોને પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થયું છે. એવામાં પાણીનો બગાડ થઈ રહ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. વડોજરાના મકરપુરા બરોડા ડેરીની સામે રસ્તા ઉપર પાણીની લાઈનમાં લીકેજ થતા આશરે 4 માળ સુધીના પાણીનો ફૂવારો ઉડ્યો હતો. કોઈ કામગીરી માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. આ દરમિયાન પાણીની લાઈનમાં લીકેજ થયું હતું જેના કારણે હજારો લીટર પાણી વેડફાયું હતું.

વડોદરાના મકરપુરા રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ થતા ફૂવારા ઉડવા લાગ્યા હતા. એક તરફ લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે. એવામાં આવી પાણીની લાઈનોમાં ભંગાણ જેવી ઘટનાઓના કારણે હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં જાય એ કેટલું યોગ્ય?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top