TMCના ધારાસભ્ય હુમાયુએ બાબરી જેવી મસ્જિદ બનાવવાની કરી જાહેરાત, તો ભાજપે...

TMCના ધારાસભ્ય હુમાયુએ બાબરી જેવી મસ્જિદ બનાવવાની કરી જાહેરાત, તો ભાજપે...

12/13/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

TMCના ધારાસભ્ય હુમાયુએ બાબરી જેવી મસ્જિદ બનાવવાની કરી જાહેરાત, તો ભાજપે...

BJP announces Ram temple project in Bengal: પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા ખાતે બાબરી મસ્જિદની જેમ પર મસ્જિદ બનાવવાની દરખાસ્ત કર્યાના થોડા દિવસો બાદ, ભાજપના મુર્શિદાબાદ એકમે બેરહામપુરમાં રામ મંદિર બનાવવાની યોજના જાહેર કરી છે. ભાજપે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના બરાબર એક વર્ષ પછી 22 જાન્યુઆરી, 2025ના રોજ મંદિરનું નિર્માણ શરૂ થશે.


10 કરોડના ખર્ચે મંદિર બનશે

10 કરોડના ખર્ચે મંદિર બનશે

ભાજપના બેરહામપુર સંગઠનના જિલ્લા પ્રમુખ શાખારાવ સરકારે જણાવ્યું હતું કે મંદિર માટે જમીનની ઓળખ થઇ ચૂકી છે અને આ પ્રોજેક્ટ પર 10 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. બેલડાંગાના TMCના ધારાસભ્ય કબીરે મંગળવારે જ મસ્જિદ બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ રાજ્યની નોંધપાત્ર લઘુમતી વસ્તીની લાગણીઓનું સન્માન કરશે.

કબીરે કહ્યું હતું કે તેઓ 2025 સુધીમાં મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી એક મસ્જિદ બનાવશે. કબીરના આ નિવેદનની વિપક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. જો કે, TMCએ હુમાયુ કબીરની ટિપ્પણીથી પોતાને દૂર રાખી છે અને તેને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે.


ભાજપની નવી રણનીતિ?

ભાજપની નવી રણનીતિ?

રામ મંદિરના નિર્માણના ભાજપના પ્રસ્તાવને મુર્શિદાબાદમાં હિંદુ સમુદાયમાં પોતાની હાજરીને મજબૂત કરવાના વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળનો લઘુમતી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે. અહીં લઘુમતી વસ્તી કુલ વસ્તીના 75 ટકા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top