આ તે કેવી દુશ્મની! નવા વર્ષના “રામ રામ” કહેતા જ ગોળી મારી દીધી! ઘટનાએ ચકચાર મચાવી! ભાવનગરમાં પણ

આ તે કેવી દુશ્મની! નવા વર્ષના “રામ રામ” કહેતા જ ગોળી મારી દીધી! ઘટનાએ ચકચાર મચાવી! ભાવનગરમાં પણ બે-બે હત્યાઓ!

11/15/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આ તે કેવી દુશ્મની! નવા વર્ષના “રામ રામ” કહેતા જ ગોળી મારી દીધી! ઘટનાએ ચકચાર મચાવી! ભાવનગરમાં પણ

Gujarat crime news : નવું વર્ષ બેસે એટલે સામાન્ય રીતે લોકો જૂના ઝગડા, વિખવાદોને ભૂલાવીને નવેસરથી શુભ શરૂઆત કરવાની ખેવના રાખતા હોય છે. પરંતુ આ વખતે બેસતા વર્ષે મોરબીમાં જે ઘટના બની એણે ચર્ચા જગાવી છે. હાલ પોલીસે ગુનો નોંધી લીધો છે અને આ આખી ઘટના વિષે વધુ તપાસ કરી રહી છે. બીજીતરફ ભાવનગરથી પણ બે-બે હત્યાઓના સમાચાર આવી રહ્યા છે.


નવા વર્ષના “રામ રામ” કીધા, પણ...

નવા વર્ષના “રામ રામ” કીધા, પણ...

વાંકાનેરના કેરાળા ગામે નવા વર્ષના રામ રામ કરતા ફાયરિંગ થયું છે. રૈયાભાઈ છગનભાઇ ગોલતરએ ગોપાલભાઇ લાખાભાઇ બાંભવા તથા લાખાભાઇ ગોરાભાઇ બાંભવાને નવા વર્ષ નિમીતે ઉંચો હાથ કરી રામ રામ કરી હાથ મિલાવવા નજીક જતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા. તારી સાથે રામ રામ કરવાના થતા નથી તુ નિકળ એમ કહેતા ફરિયાદી તથા સાહેદ હરેશ બન્ને જણા ચાલીને નજીકમા આવેલ રાણીમા રૂડીમાના મંદિરે દર્શન કરવા જતાં રહ્યાં. દર્શન કરી પરત આવતા પાછળથી ફાયરીંગનો અવાજ આવતા પાછું વળીને જોતા ગોપાલભાઇ પોતાના હાથમા પિસ્તોલ રાખી ફરિયાદી પર બીજી વખત ગોળીબાર કર્યો હતો. ફરિયાદીને ડાબા પડખામા તથા પેટના ભાગે ઇજા થઈ છે. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


ભાવનગરમાં પણ બે-બે હત્યાઓ

ભાવનગરમાં પણ બે-બે હત્યાઓ

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. લીમડીવાળી સડક પર સમાન્યમાં બોલાચાલી બાદ પથ્થમારો થયો હતો. બે જૂથ વચ્ચે સર્જાયેલા ઝઘડામાં પથ્થરમારો થયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક કારને પણ નુક્સાન થયું છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

નૂતન વર્ષે જ ભાવનગર જિલ્લામાં હત્યાના બે- બે બનાવથી ખળભળાટ જોવા મળ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે દિવાળી પર ગોપાલ ચુડાસમા નામના યુવકને પિતા- પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જોત જોતામાં શાબ્દિક ટપાટપી બાદ વાત વણસતા ગોપાલ ચુડાસમા પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકની હત્યાને પગલે મૃતકના પરિવારજનો રોષે ભરાયા છે.  પરિવારજનોએ જ્યાં સુધી હત્યારાઓ પકડાઈ નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. હાલ તો બોર તળાવ બી ડિવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top