CBI raids Pharmacy Council of India President Montu Patels bungalow: કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. કૉલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપોને લઈને CBIએ અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં મોન્ટુ પટેલના બંગલા પર દરોડા પાડ્યા છે. આ ઉપરાંત, દિલ્હીમાં PCIની ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. CBIના અધિકારીઓનો મોટો કાફલો આ તપાસમાં જોડાયો છે, જે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોની તપાસને લઈને ચાલી રહ્યો છે. મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે.
ભાજપના આગેવાન અને હાલ ભારતીય ફાર્માસ્યુટિકલ કાઉન્સિલના પ્રમુખ તરીકે કાર્યરત મોન્ટુ પટેલ ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં છે. તેમના પર આરોપ છે કે તેમણે કાઉન્સિલના પદને સત્તા માટે ઉપયોગ કર્યો, કેટલીક દવાઓને મંજૂરી આપવા માટે નિયમોને નેવે મુકીને પોતાના નજીકના વ્યક્તિઓને લાભ પહોંચાડ્યો.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ, જ્યારે એક RTI સામે આવી જેમાં કેટલીક દવા કંપનીઓને માત્ર હાથેળી ઉપર મંજૂરી મળી હોવાનો દાવો થયો. આરોપો છે કે મોન્ટુ પટેલે કેટલીક તપાસને અવગણીને ફાઈલ ક્લિયર કરી, અને તેથી અનેક નાની કંપનીઓને વધુ સમય મંજૂરી મળી જતી રહી.
મોન્ટુ પટેલ વિરુદ્ધના આક્ષેપોમાં વધુ એક મુદ્દો એવો છે કે તેમણે પરીક્ષા પ્રક્રિયામાં પણ ખામી ઉપજાવી. કાઉન્સિલ દ્વારા લેવાતી ફાર્માસ્યુટિકલ લાઈસન્સ પરીક્ષાઓમાં બિનમુલ્યાંકન અને પીપર લીક થવાની ઘટનાઓ સામે આવી હતી. કહેવાય છે કે કાઉન્સિલના અંદરના ચોક્કસ માણસો પોતાના નાતાગોતાને પેપર લીક કરી મારજીએ કરાવતા હતા.
મોન્ટુ પટેલે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમને રાજકીય પ્રેરણા હેઠળ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પટેલે દાવો કર્યો છે કે તમામ મંજૂરીઓ નિયમ મુજબ થઈ છે અને કાઉન્સિલની બોર્ડ મીટિંગોમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયા હતા.
હવે સવાલ એ છે કે આ સમગ્ર મુદ્દે તપાસ કેટલો સમય લેશે, અને શું યોગ્ય કાર્યવાહી થશે? જો આક્ષેપો સાચા સાબિત થશે તો ફાર્માસ્યૂટિકલ કાઉન્સિલ જેવી મહત્ત્વની સંસ્થાની ખાતરી કઠેડામાં ઉભી થશે. અત્યારે જનતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ સંસ્થાની ચોકસાઈ મહત્ત્વની છે જો આવા પદો પર રહેલા વ્યક્તિઓ જ દુરુપયોગ કરશે તો આ વ્યવસ્થા સામે કોણ લડે? આવનારા દિવસોમાં તપાસનો દોર કઈ દિશામાં જશે તે જોવાનું રહેશે.
CBIની AC-1 શાખામાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ હાઇ-પ્રોફાઇલ કાર્યવાહી DSP અંકિત મીણાના નેતૃત્વમાં કરવામાં આવી હતી.
IPCની કલમ 120B (ગુનાહિત કાવતરું)
કલમ 420 (છેતરપિંડી)
PC એક્ટ 1988 (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ) ની કલમ 7 અને 7A (લાંચ સંબંધિત)
માહિતી અનુસાર, આ કેસમાં કોલેજ માન્યતા મેળવવાના બદલામાં લાંચ લેવાના આરોપો છે.
મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં કોલેજ માન્યતા સંબંધિત અનિયમિતતાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
તપાસ ચાલી રહી છે અને મોટા ખુલાસા થવાની અપેક્ષા છે! ટૂંક સમયમાં અન્ય એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવશે.
મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને GPSCની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે.