જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ફીચર આખરે વોટ્સએપે લોન્ચ કર્યું, યુઝરોને અત્યંત ઉપયોગી થશ

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ફીચર આખરે વોટ્સએપે લોન્ચ કર્યું, યુઝરોને અત્યંત ઉપયોગી થશે

12/15/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ફીચર આખરે વોટ્સએપે લોન્ચ કર્યું, યુઝરોને અત્યંત ઉપયોગી થશ

ટેક ડેસ્ક:  મેસેજિંગ માટે આખી દુનિયામાં એકહથ્થું શાસન કરતી કંપની વોટ્સએપ (Whatsapp) પોતાના યુઝરો માટે હંમેશા કંઇકને કંઇક નવું લાવતી રહે છે. હવે કંપનીએ નવું ફીચર (New feature) લોન્ચ કર્યું છે. આ નવું ફીચર ખાસ કરીને એવા યુઝરો માટે આશીર્વાદ સમાન છે જેઓ ટાઈપિંગ કરવા કરતા વોઈસ મેસેજનો (Voice message) ઉપયોગ વધારે કરે છે. 

વોટ્સએપે મંગળવારે લોન્ચ કરેલા ફીચર બાદ હવે યુઝરો વોઈસ મેસેજ મોકલતા પહેલા પોતાનો અવાજ કે મેસેજ ફરી સાંભળી શકશે. આ પહેલા આવી કોઈ સુવિધા ન હતી. વોઈસ મેસેજ એકવાર સેન્ડ થઇ ગયા પછી જ તે સાંભળી શકાતો હતો. જોકે, વોટ્સએપે આ સમસ્યાનું નિવારણ લાવી દીધું છે. 

વોટ્સએપ પર વોઈસ મેસેજ પ્રીવ્યુ ફીચર વ્યક્તિગત અને ગ્રુપ બંને ચેટમાં કામ કરે છે. ઉપરાંત, તે એન્ડ્રોઇડ (Android) અને iOS તેમજ વેબ અને ડેસ્કટોપ સહિતના તમામ પ્લેટફોર્મ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.


વૉઇસ મેસેજ પ્રીવ્યૂ કેવી રીતે કામ કરશે?

વૉઇસ મેસેજ પ્રીવ્યૂ કેવી રીતે કામ કરશે?

મોબાઈલમાં વોઈસ મેસેજ પ્રિવ્યૂ ફીચરનો ઉપયોગ કરવા માટે ચેટમાં માઈક્રોફોન બટન પર ક્લિક કરી હેન્ડ્સ ફ્રી રેકોર્ડિંગ લોક કરવા માટે ઉપર સ્લાઈડ કરવાનું રહેશે. જે બાદ એક ઇન્ટરફેસ આવશે, જ્યાં એક સ્ટોપ બટન અને એક ટ્રેશ કેન (જે સામાન્ય રીતે મોબાઈલ-કોમ્પ્યુટરમાં ડિલીટ સંદર્ભે વપરાય છે) દેખાશે. યુઝર સ્ટોપ બટન દબાવીને શેર કરતા પહેલા પ્લે પર ક્લિક કરીને સાંભળી શકશે.

જો મેસેજ યોગ્ય નહીં લાગે તો યુઝર ટ્રેશ કેન પર ક્લિક કરીને તેને ડિલીટ કરી શકશે. 


આ રીતે ફીચરનો ઉપયોગ કરી શકાશે

- ગ્રૂપ ચેટ અથવા પર્સનલ ચેટ ખોલો.

- માઇક્રોફોન વિકલ્પ પર ક્લિક કરી, સ્લાઇડ કરો અને હેન્ડ્સ ફ્રી રેકોર્ડિંગને લૉક કરો.

- બોલવાનું શરૂ કરો, જ્યારે તમારો મેસેજ પૂર્ણ થઈ જાય ત્યારે stop પર ક્લિક કરો.

- ત્યારબાદ પ્લેનો વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરીને તમે પ્રિવ્યૂ સાંભળી શકો છો.

જો વોઈસ મેસેજ બરાબર ન હોય કે અધૂરો હોય, તો તમે તેને ટ્રેશ કરી શકો છો. તેમ ન કરવું હોય અને સેન્ડ કરવું હોય તો તેમ પણ કરી શકાય છે. 

વોટ્સએપ પર વોઈસ મેસેજ મોકલનારા યુઝરોને આ નવું ફીચર ખૂબ જ મદદરૂપ થશે. જે યુઝરોને વોઈસ મેસેજ મોકલતા પહેલા તેમના મેસેજ ડ્રાફ્ટ કરવાની સુવિધા આપે છે. જે પહેલા મળતી ન હતી જેના કારણે લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top