બદામ અને અખરોટમાંથી કોણ શ્રેષ્ઠ? કોણે, ક્યારે, શું ખાવું જોઈએ? જાણો વિગતવાર
બદામ અને અખરોટ એ મોટાભાગના ભારતીય રસોડામાં જોવા મળતા ડ્રાયફ્રુટ છે. જે અનેક પોષક તત્વોથી ભરપુર છે. આ બંને વસ્તુ મગજ માટે ખૂબ ફાયદાકારક છે. બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ રહેલું છે, જે મગજના કાર્યને જાળવવામાં મદદ કરે છે. બદામ અને અખરોટમાં વિટામિન ઇ અને પ્રોટીનનો સારો સ્ત્રોત મનાય છે. જેના સેવનથી અનેક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.
બદામ અને અખરોટને ડાયટમાં મધ્યમ માત્રામાં સામેલ કરી શકાય છે. તેની માત્રા ઉંમર, લિંગ, શારીરિક પ્રવૃત્તિ જેવા પરિબળો પર પણ આધાર રાખે છે. બદામનું સેવન સંતુલિત રીતે કરવું જોઈએ. બદામ અને અખરોટ હંમેશા પાણીમાં પલાળીને ખાવા જોઈએ. આ સિવાય બદામને છોલીને ખાવી વધારે સારી માનવામાં આવે છે.
બદામમાં ફાઇબર, વિટામિન ઇ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પ્રોટીન, મોનોસેચ્યુરેટેડ ફેટ, તેમજ વિટામિન બી2 અને કોપર જેવા પોષકતત્વો રહેલા છે. આ સિવાય તેમા ફેટી એસિડ અને એમિનો એસિડ તથા બાયોએક્ટિવ કમ્પાઉંડ પણ હોય છે. ઉપરાંત એક્સપર્ટ અનુસાર, બદામ પ્રોટીનનો સારો સ્ત્રોત મનાય છે. પ્રોટીન સ્નાયુઓ,વાળ અને ત્વચા માટે જરૂરી હોય છે. તે વિટામિન E થી પણ ભરપૂર હોય છે. વિટામિન E ને એક પાવરફુલ એન્ટીઑકિસડન્ટ માનવામાં આવે છે, જે અનેક રીતે ઉપયોગી હોય છે. વિટામિન E તમારી ત્વચા અને હૃદયના સ્વાસ્થ્યને જાળવે છે અને કોષોને નુકસાનથી બચાવે છે.
અખરોટમાં વિટામિન ઇ, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તેમાં કોપર, ફાઇબર, ફોસ્ફરસ, બી6, મેંગેનીઝ અને ફોલિક એસિડ, ફાયટીક એસિડ, મેલાટોનિન, કેટેચિન અને એલેજિક એસિડ જેવા કમ્પાઉંડ પણ રહેલા છે. ઓમેગા 3 ફેટી એસિડ તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. જે લોકો દરરોજ પુરતી માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડનું સેવન કરે છે તેઓમાં ડિપ્રેશન અને એન્ગ્જાયટીની સંભાવના ઓછી હોય છે. ઓમેગા 3 ફેટી એસિડના ત્રણ પ્રકાર છે. જેમાં આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA), ઇકોસાપેન્ટેનોઇક એસિડ (EPA), અને ડોકોસાહેક્સેનોઇક એસિડ (DHA)નો સમાવેશ થાય છે. ઓમેગા 3 ફેટી એસિડ મગજના સ્વાસ્થ્ય, આંખના સ્વાસ્થ્ય અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.
અખરોટમાં બદામ કરતાં વધુ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આથી અખરોટને ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત મનાય છે. પરંતુ સાથે એ જાણવું જરૂરી છે કે તમારા શરીરમાં કયા પ્રકારના ઓમેગા 3 ની ઉણપ છે. તે મુજબ તેને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ. અને જો તમારામાં વિટામિન E ની ઉણપ હોય તો બદામ બેસ્ટ ઓપ્શન છે.
જો કે તમે આ બંનેનો સમાવેશ ડાયટમાં કરી શકો છો. તેનાથી મગજ અને હૃદયને ફાયદો થાય છે. સાથે તમારા સ્નાયુઓ પણ મજબૂત થાય છે. તેના સેવનથી તમારી આંખો, વાળ અને ત્વચાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આથી દરરોજ બે અખરોટ અને ત્રણથી ચાર બદામને પલાળીને રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટે તેનું સેવન કરો. તેનાથી તમને અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થશે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp