ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે: રાજનાથ સિંહે ભૂજની જ પસંદગી શા મ

ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે: રાજનાથ સિંહે ભૂજની જ પસંદગી શા માટે કરી?

05/16/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે: રાજનાથ સિંહે ભૂજની જ પસંદગી શા મ

Rajnath Singh Bhuj visit: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ટોચના નેતાઓ અને સશસ્ત્ર દળના ઉચ્ચ અધિકારીઓ સુધ્ધાં એકઠી વધુ વાર જાહેર કરી ચૂક્યા છે કે ‘ઓપરેશન સિંદૂર’ હજી પૂરું નથી થયું. ભારત-પાકિસ્તાન વચ્ચે ભલે યુદ્ધવિરામ થયો હોય પરંતુ ભારત આગામી સમયમાં પણ આતંકવાદ વિરુદ્ધ સશસ્ત્ર ઓપરેશન્સ ચાલુ જ રાખશે, એ વાત ભારત તરફથી સોઈ ઝાટકીને કહેવાઈ ગઈ છે. આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુઓલાકાતે છે, ત્યારે એમની ભૂજ મુલાકાત પણ આ સંદર્ભે મહત્વની મનાઈ રહી છે.


સંરક્ષણ મંત્રી પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારોની મુલાકાત લે એવી સંભાવના

સંરક્ષણ મંત્રી પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારોની મુલાકાત લે એવી સંભાવના

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળોને મળ્યાના એક દિવસ પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે  ભૂજ એરબેઝ પહોંચી રહ્યા છે. સંરક્ષણ પ્રધાન ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે રાજનાથ ગુજરાતની મુલાકાત દરમિયાન સશસ્ત્ર દળોની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરશે. અહીં તેઓ ભારતીય સેના, ભારતીય વાયુસેના, સરહદ સુરક્ષા દળ (BSF) અને અન્ય સુરક્ષા એજન્સીઓના સૈનિકો સાથે વાતચીત કરશે.

ગુજરાત એક સરહદી રાજ્ય છે, જે પાકિસ્તાન સાથે સાથે 508 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. ભૂતકાળમાં પણ ઘુસંખોરીથી માંડીને યુદ્ધ સુધીની બાબતોમાં ગુજરાત સરહદ મહત્વની ગણાતી આવી છે. પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પછી આ વિસ્તારોનું મહત્વ ઓર વધી જવા પામ્યું છે.


પાકિસ્તાને અહીં ડ્રોન હુમલો કરેલો: 19971ના યુદ્ધમાં પણ...

રાજનાથ સિંહ ભૂજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. આ વાયુસેના સ્ટેશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાર દિવસના લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને નિશાન બનાવવામાં આવેલા રાજ્યોમાં ગુજરાત પણ એક હતું. ભુજ પાકિસ્તાન સરહદની ખૂબ નજીક છે. ભુજ પર પાકિસ્તાન દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ભુજ અને નલિયા નજીક તૈનાત ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક પાકિસ્તાની ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા છે. પાકિસ્તાની ડ્રોન લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભુજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ છે કે યુદ્ધ દરમિયાન ભુજની મહિલાઓએ દેશની રક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. દુશ્મનના હવાઈ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલી હવાઈ પટ્ટીનું સમારકામ કરીને મહિલાઓના જૂથે પાકિસ્તાનની હારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top