Video: હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનાર મહિલાને ધક્કો મારીને મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી કાઢી મુકાઇ, CM પટેલ બોલ્યા- ‘તમે કોઈ એજન્ડા..’
હરણી બોટકાંડ તો બધાને યાદ જ હશે, જેમાં બાળકો અને શિક્ષકો સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાં સંધ્યા નિઝામ અને સરલા શિંદેએ પણ પોતાના બાળકો ગુમાવ્યા હતા. હરણી બોટકાંડના 469 દિવસ બાદ જ્યારે માતા ન્યાય માગવા ઊભી થઈ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘તમે કોઈ સ્પેશિયલ એજન્ડા આવ્યા છો બેન.. ત્યારે મહિલાઓ કહે છે દોઢ વર્ષથી તમને મળવા ધક્કો ખાઈએ છીએ સાહેબ. તો મુખ્યમંત્રી તરફથી ફરી એમ કહેવામા આવે છે કે તમે કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા હોય એવું લાગે છે. આ રીતે ન હોય, પછી મને મને મળીને જ જજો.
મુખ્યમંત્રીનું વક્તવ્ય પૂરુ થતા જ બંને મહિલા ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કર્યો. પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામ અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામને પોલીસે ડિટેઇન કર્યા હતા અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી. ત્યારબાદ બંને મહિલા અને તેમના પતિને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા, જ્યાં તેમને કોઈના કહેવાથી વિરોધ કર્યો છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, ચાલુ કાર્યક્રમમાં 2 મહિલાઓ ઊભી થાય છે અને તો મુખ્યમંત્રી કહે ‘બેન, તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો. તો અત્યારે બેસી જાઓ, મને શાંતિથી મળો. તમે અત્યારે બેસી જાવ, મને મળીને જજો. ત્યારબાદ મુખ્યમંત્રી કહે છે આ બાજુ જુઓ તમે. તેમની તરફ ધ્યાન ન આપશો, તેઓ સ્પેશિયલ એજન્ડાથી આવ્યાં છે, એટલે તેમની પર ધ્યાન આપવાની જરૂર નથી. ત્યારે મહિલાઓ કહી રહી છે સર અમે તમને મળવા માટે છેલ્લા દોઢ વર્ષથી ધક્કો ખાઈ રહ્યા છીએ. કોઇ મળવા દેતું નથી.
CM નો આક્રમક અંદાજરજૂઆત કરનાર મહિલાઓને CM ભુપેન્દ્ર પટેલે કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો, મને શાંતિથી મળોબંને મહિલાઓેને ડિટેઈન કરતા બંનેના પતિ પહોંચતા પોલીસ સાથે થયું ઘર્ષણ , બંનેના પતિની અટકાયતCM કાર્યક્રમ બાદ મહિલાઓને મળ્યા પણ ખરી #Vadodara #BhupendraPatel pic.twitter.com/pYSUudHmQJ — Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) May 2, 2025
CM નો આક્રમક અંદાજરજૂઆત કરનાર મહિલાઓને CM ભુપેન્દ્ર પટેલે કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો, મને શાંતિથી મળોબંને મહિલાઓેને ડિટેઈન કરતા બંનેના પતિ પહોંચતા પોલીસ સાથે થયું ઘર્ષણ , બંનેના પતિની અટકાયતCM કાર્યક્રમ બાદ મહિલાઓને મળ્યા પણ ખરી #Vadodara #BhupendraPatel pic.twitter.com/pYSUudHmQJ
તો મુખ્યમંત્રી કહે છે, ‘કોઈપણ મુશ્કેલી હોય, સોમવારે આપણે કોઇને રોકતા નથી. ત્યાં આવીને કોઈપણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે, પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય ત્યારે પ્રોગ્રામમાં આવીને રજૂઆત કરવી એ આપણી સંસ્કારી નગરીને ન શોભે નહીં અને તેની અંદરથી જ આપણે બહાર નીકળવાનું છે.
18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી તળાવમાં બાળકો શિક્ષકો સાથે પ્રવાસે ગયા હતા. હરણી તળાવમાં બોટ પલટી જવાની દુર્ઘટના ઘટી હતી, જેમાં 12 બાળકો અને 2 શિક્ષક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરી હતી. આ ઉપરાંત PM રાહત ફંડમાથી મૃતકના પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી હતી. 15 માર્ચ 2024ના રોજ SITએ આ મામલે 2819 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.
સામાન્ય રીતે જ્યારે મુખ્યમંત્રીનો કોઈ પણ કાર્યક્રમ નિર્ધારિત હોય ત્યારે સ્ટેટ IB એક્ટિવ થઈ જાય છે. સુરક્ષાથી લઇને કોઈ પણ વિવાદ ઊભો ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેના માટે આમંત્રિત ગેસ્ટ્સનું લિસ્ટ પણ તપાસવામાં આવે છે.એવામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણી બોટકાંડના પીડિત પહોંચી જાય અને એ પણ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતા હોય એવા લોકો અને ત્યારબાદ ચાલુ કાર્યક્રમે મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માગ કરવામાં આવી. ત્યારેઆ મામલે IBની નિષ્ફળતા અંગે ચર્ચા થઈ રહી છે. છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp