શ્રીમદ રામાયણ’ના શોના સીન પર દર્શકો કેમ ભડક્યા..'શો ના મેકર્સે કરી છેડછાડ..! અપમાન કરવાના ઓરોપ,જાણો
Shrimad Ramayna Show : વર્ષ 1987માં આવેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ને લોકોનો જેટલો પ્રેમ મળ્યો, તેટલો અત્યારે કદાચ જ કોઈ અન્ય શોને મળ્યો હશે. આ શોમાં અરુણ ગોવિલ ભગવાન રામના રોલમાં અને દીપિકા ચિખલિયા માતા સીતાના રોલમાં જોવા મળી હતી.
હાલમાં જ ટીવી પર ‘શ્રીમદ રામાયણ’ નામનો શો શરૂ થયો છે.શરૂઆતમાં લોકોને આ શો પસંદ આવ્યો હતો, પરંતુ હવે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેના એક સીનને લઈને લોકો ચોંકી ગયા છે અને રામાયણનું અપમાન કરવાના ઓરોપ લાગી રહ્યા છે.
‘રામાયણ’ની તર્જ પર, ‘શ્રીમદ રામાયણ’ની શરૂઆત વર્ષ 2024ની શરૂઆતથી કરવામાં આવી હતી. આ શોને ખૂબ પ્રમોટ કરવામાં આવ્યો હતો, જેના કારણે શોને શરૂઆતથી જ સારો પ્રતિસાદ મળવા લાગ્યો હતો. શો માટે કરવામાં આવેલી કાસ્ટિંગને પણ લોકોએ પસંદ કરી હતી. લાંબા સમય સુધી શોમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી એક વળાંક આવ્યો જેના પછી ચાહકો ચોંકી ગયા અને શોને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
આ ટ્વિસ્ટ સીતા હરણના સીન પછી આવ્યો છે, જેને જોઈને દર્શકોને લાગ્યું કે મેકર્સ તેને ખોટી રીતે બતાવી રહ્યા છે. લેટેસ્ટ ટ્રેક મુજબ રાવણ સીતાજીનું હરણ કરી લંકા લઈ ગયો છે. જ્યારે રામ અને લક્ષ્મણ તેમની શોધમાં લાગેલા છે.
View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial)
A post shared by Sony Entertainment Television (@sonytvofficial)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp