આર્થિક સર્વેમાં શું હોય છે ખાસ, કેમ છે તેને બજેટથી એક દિવસ અગાઉ રજૂ કરવાની પરંપરા?

આર્થિક સર્વેમાં શું હોય છે ખાસ, કેમ છે તેને બજેટથી એક દિવસ અગાઉ રજૂ કરવાની પરંપરા?

07/20/2024 Business

SidhiKhabar

SidhiKhabar

આર્થિક સર્વેમાં શું હોય છે ખાસ, કેમ છે તેને બજેટથી એક દિવસ અગાઉ રજૂ કરવાની પરંપરા?

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ (બજેટ 2024) રજૂ થવાના એક દિવસ અગાઉ એટલે કે 22 જુલાઈએ સંસદમાં આર્થિક સર્વે સંસદની પટલ પર રજૂ કરશે. આ બજેટ પરંપરાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. આર્થિક સર્વેને તમે સરકારના રિપોર્ટ કાર્ડની જેમ સમજી શકો છો. તેમાં, પાછલા નાણાકીય વર્ષના કામકાજની સમીક્ષા સાથે આગળના ગ્રોથની સંભાવનાઓ પર સત્તાવાર દૃષ્ટિકોણ આપવામાં આવે છે.


આર્થિક સર્વેમાં શું હોય છે ખાસ?

આર્થિક સર્વેમાં શું હોય છે ખાસ?

આર્થિક સર્વેમાં દેશની અર્થવ્યવસ્થાની આખી તસવીર રજૂ કરે છે. તેમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ, સંભાવનાઓ અને નીતિગત પડકારોનું વિસ્તૃત વિવરણ હોય છે. આર્થિક સર્વેમાં છેલ્લા નાણાકીય વર્ષના રોજગાર, GDP, મુદ્રાસ્ફીતિ અને બજેટ નુકસાન વિશે માહિતી આપનારા ખૂબ જ મહત્ત્વપૂર્ણ આંકડાં હોય છે. તેનુ વ્યાપક વિશ્લેષણ પણ હોય છે, એ પણ ખૂબ જ સરળ ભાષામાં. આ વખતે મુખ્ય આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનની આગેવાનીવાળી ટીમે તૈયાર કર્યો છે.


કેમ જરૂરી હોય છે આર્થિક સર્વે?

કેમ જરૂરી હોય છે આર્થિક સર્વે?

આર્થિક સર્વેથી છેલ્લા નાણાકીય વર્ષનું લેખું જોખું મળે છે, સાથે જ આગળના પડકારોનો પણ અંદાજો લગાવે છે. તેમાં બતાવવામાં આવે છે કે એ કયા પરિબળો છે જે દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે. તેને દૂર કરવા શું કરી શકાય છે? આર્થિક સર્વે એ પણ બતાવે છે કે અર્થવ્યવસ્થાની ગતિને તેજ કરવા માટે કયા પ્રકારનાં પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે. તેમાં અલગ અલગ સેક્ટર જેમ કે કૃષિ કે ઓટોમોબાઈલના પડકારો અને સંભાવનાઓનો પણ ઉલ્લેખ થાય છે.


પહેલા બજેટનો હિસ્સો હતો આર્થિક સર્વે

પહેલા બજેટનો હિસ્સો હતો આર્થિક સર્વે

દેશનો પહેલો આર્થિક સર્વે 1950-51 દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. એ સમયે તે બજેટનો હિસ્સો હતો, પરંતુ 1964થી આર્થિક સર્વે બજેટથી એક દિવસ અગાઉ રજૂ કરવાની પરંપરા શરૂ કરવામાં આવી. તેનાથી લોકોને બજેટ અગાઉ અર્થવ્યવસ્થાની સ્થિતિની જાણકારી મળે છે. આ વર્ષે 1 ફેબ્રુઆરીએ વચગાળાના બજેટ અગાઉ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. સરકારે માત્ર અર્થવ્યવસ્થા બાબતે સંક્ષિપ્ત જાણકારી આપી. સરકારનો ઈરાદો પૂર્ણ બજેટ અગાઉ આર્થિક સર્વે રજૂ કરવાનો હતો, જે હવે તે કરવા જઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top