એવોર્ડ શોમાં હોસ્ટને લાફો મારી દેનાર અભિનેતાનું નિવેદન સામે આવ્યું, કહ્યું....

એવોર્ડ શોમાં હોસ્ટને લાફો મારી દેનાર અભિનેતાનું નિવેદન સામે આવ્યું, કહ્યું....

03/29/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

એવોર્ડ શોમાં હોસ્ટને લાફો મારી દેનાર અભિનેતાનું નિવેદન સામે આવ્યું, કહ્યું....

ગ્લેમર ડેસ્ક: ઓસ્કાર એવોર્ડ સમારંભ દરમિયાન ગઈકાલે એવી ઘટના બની જેનાથી હાજર સૌ અચંબામાં પડી ગયા હતા. શો ચાલતો હતો અને તેનું લાઈવ પ્રસારણ આખી દુનિયામાં થઇ રહ્યું હતું ત્યારે અચાનક પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથે સ્ટેજ પર પહોંચીને શોના હોસ્ટને તમાચો મારી દીધો હતો! જે ઘટના અસામાન્ય હતી અને ત્યારબાદ દુનિયાભરમાં તેની ચર્ચા થઇ હતી.


ઘટના એવી બની હતી કે, શોને હોસ્ટ કરી રહેલા ક્રિસ રોકે અભિનેતા વિલ સ્મિથની પત્ની જેડા સ્મિથ અંગે ટિપ્પણી કરીને મજાક કરી હતી. જેડાને માથા પર વાળ ન હોવાના કારણે ક્રિસ રોકે જોક કર્યો હતો. જે બાદ વિલ સ્મિથને ગુસ્સો આવ્યો અને તેમણે જઈને ક્રિસ રોકને ગાલ પર તમાચો મારી દીધો હતો અને કહ્યું હતું કે ફરીવાર ક્યારેય મારી પત્નીનું નામ લઈશ નહીં.


આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઇ ગયા હતા અને ગણતરીની મીનીટોમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક બંને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા. કેટલાકે કહ્યું કે આ ઘટના સ્ક્રિપ્ટનો ભાગ હતી તો કેટલાકે સ્મિથનું સમર્થન કર્યું હતું. જોકે, હવે આ ઘટના અંગે તમાચો મારનાર વિલ સ્મિથે માફી માંગી લીધી છે.

તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતાં લખ્યું, ‘હિંસા ભલે ગમે તે સ્વરૂપે હોય પરંતુ તે વિનાશકારી જ નીવડે છે. ગઈકાલના એવોર્ડ સમારોહ દરમિયાન મારો વ્યવહાર અસ્વીકાર્ય અને અક્ષમ્ય હતો. મારા કામ વિશે મજાક સહન કરી શકું પરંતુ જેડાના સ્વાસ્થ્ય અંગે કરાયેલી મજાક મારા માટે અસહ્ય હતી અને મેં ભાવનાઓમાં વહી જઈને પ્રતિક્રિયા આપી દીધી હતી.’


જે બાદ તેણે ક્રિસ રોકની જાહેરમાં માફી માંગતા કહ્યું કે, હું તેમની જાહેરમાં માફી માંગું છું. મેં સીમા વટાવી હતી અને હું ખોટો હતો, હું વ્યથિત છું, મારે આમ કરવું જોઈતું ન હતું. પ્રેમ અને સદ્ભાવનાની દુનિયામાં હિંસાને કોઈ સ્થાન ન હોય શકે.’ ઉપરાંત તેણે એકેડમી, શોના નિર્માતાઓ અને દુનિયાભરના ચાહકોની પણ માફી માંગી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top