જ્યોતિ જાસૂસે આતંકવાદી ડેવિડ હેડલી જેવો કર્યો કાંડ? પહેલગામમાં દેખાઇ મુંબઈ હુમલા જેવી પેટર્ન

જ્યોતિ જાસૂસે આતંકવાદી ડેવિડ હેડલી જેવો કર્યો કાંડ? પહેલગામમાં દેખાઇ મુંબઈ હુમલા જેવી પેટર્ન

05/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

જ્યોતિ જાસૂસે આતંકવાદી ડેવિડ હેડલી જેવો કર્યો કાંડ? પહેલગામમાં દેખાઇ મુંબઈ હુમલા જેવી પેટર્ન

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. તેને લઇને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ તેના પર સવાલોનો વરસાદ કરી રહી છે. તેની સામે જાસૂસીના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જ્યોતિ મલ્હોત્રાની જાસૂસીનો પહેલગામ હુમલા સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જ્યોતિ મલ્હોત્રાને લઇને જે દાવા કરવામાં આવ્યા છે, તેનાથી મુંબઈ હુમલાના આતંકી ડેવિડ હેડલીની યાદો તાજી થઇ ગઇ છે. મુંબઈ હુમલા અગાઉ ડેવિડ હેડલી મુંબઈની મુલાકાતે આવ્યો હતો. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પણ હુમલાના 3 મહિના અગાઉ પહેલગામ ગઇ હતી.


પહેલગામ હુમલા અંગે શંકાની સોય

પહેલગામ હુમલા અંગે શંકાની સોય

જ્યોતિ મલ્હોત્રા ઘણી વખત પાકિસ્તાન જઇ ચૂકી છે. તેને પાકિસ્તાનમાં VIP ટ્રીટમેન્ટ મળી રહી હતી. એટલું જ નહીં, તે એક વખત ચીન પણ જઇ ચૂકી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે હુમલા અગાઉ તે પાકિસ્તાન અને પહેલગામ બંને જગ્યાનો પ્રવાસ કરી ચૂકી છે. પહેલગામ હુમલાના 3 મહિના અગાઉ, 25 જાન્યુઆરીના રોજ જ્યોતિ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હતી. જ્યોતિ મલ્હોત્રાએ પહેલગામના વિવિધ સ્થળોના ઘણા વીડિયો બનાવ્યા હતા.

પહેલગામના જ્યોતિના એ વીડિયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યોતિ મલ્હોત્રાએ આ વીડિયો દ્વારા પાકિસ્તાનને લોકેશન અને સ્પોટની માહિતી આપી હતી. એવો આરોપ છે કે આતંકવાદી હુમલા અગાઉ જ્યોતિએ રેકી કરી હતી. જોકે, આ હજુ તપાસનો વિષય છે. આ બિલકુલ એવું જ છે, જેમ ડેવિડ હેડલીએ મુંબઈમાં આતંકવાદી હુમલો કરવા અગાઉ મુંબઈની મુલાકાત લીધી હતી. તેણે મુંબઈમાં અલગ-અલગ સ્થળોએ રેકી કરી હતી. જો તપાસમાં એવું જાણવા મળે કે પહેલગામ હુમલા અગાઉ જ્યોતિએ ખરેખર રેકી કરી હતી, તો પહેલગામ હુમલાની મુંબઈ હુમલા જેવી જ પેટર્ન હશે.


ડેવિડ હેડલી સાથે જ્યોતિની તુલના કેમ?

ડેવિડ હેડલી સાથે જ્યોતિની તુલના કેમ?

મુંબઈ હુમલાના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી 26/11 અગાઉ ઘણી વખત ભારત આવ્યો હતો. તે ભારત આવીને મુંબઈથી લક્ષિત સ્થળના ફોટોગ્રાફ્સ લઈ ગયો હતો. આતંકવાદીઓએ તે ફોટો અને તેના દ્વારા આપવામાં આવેલા લોકેશનના આધારે હુમલો કર્યો હતો. ત્યારબાદ, આખી દુનિયાએ મુંબઈમાં થયેલો નરસંહાર જોયો. તેવી જ રીતે, એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિ મલ્હોત્રા પણ પહેલગામ ગઈ હતી અને એક-એક વિસ્તાર, સ્થિતિ અને માર્ગનું વર્ણન કરતો એક વિગતવાર બ્લોગ બનાવ્યો હતો. હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું પહેલગામ હુમલો આ વીડિયોના આધારે થયો હતો? શું જ્યોતિએ ખરેખર આતંકવાદીઓને મદદ કરી? આ બધા સવાલ હજુ પણ ઘૂમરાતા રહેશે. તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય બહાર આવશે.


જ્યોતિના વીડિયોથી ઉભા થઈ રહ્યા છે સવાલ

જ્યોતિના વીડિયોથી ઉભા થઈ રહ્યા છે સવાલ

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાની એજન્ટોના નિર્દેશ પર ઘણા વીડિયો બનાવ્યા હતા. પહેલગામ હુમલા બાદનો તેનો વીડિયો આ અનુસંધાને જોવા મળી રહ્યો છે. પહેલગામ હુમલાના વીડિયોમાં, જ્યોતિ ન તો પાકિસ્તાનની નિંદા કરતી જોવા મળે છે કે ન તો આતંકવાદીઓની. તે સુરક્ષા બળો અને પ્રવાસીઓને જ જવાબદાર ઠેરવે છે. આ વીડિયોને લઈને, સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે પાકિસ્તાની એજન્ટોના નિર્દેશ પર ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડાવાળા વીડિયો બનાવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top