08/14/2025
લગભગ મોટાભાગના ભારતીય રસોડામાં વાપરતા લીમડાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે વઘારમાં ઉપયોગી એવા લીમડાના પાન સ્વાસ્થ્ય માટે અમૃત જેવું કામ કરે છે. તેને નિયમિત ખાવાથી શરીરમા આયર્ન, કૅલ્શિયમ અને અનેક જરૂરી ખનિજ મળે છે. વાળની વૃદ્ધિ માટે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ લાભકારી છે. ઉપરાંત જો વજન ઘટાડવું હોય તો સવારે ખાલી પેટ આ અમૃત પાનનું સેવન કરવાથી સારો લાભ મળે છે. આ રીતે તેના લાભ ગણીએ એટલા ઓછા છે.