ટ્રેનમાં ચઢતા તમે પણ આવી ભૂલ કરો છો તો ચેતી જજો, 16 વર્ષીય વિદ્યાર્થીનો પગ કપાતા રેલવે સ્ટેશન પર મચ્યો હાહાકાર
Sasaram Railway Station: બિહારના રોહતાસમાં સાસારામ રેલ્વે સ્ટેશન પર એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક 16 વર્ષના વિદ્યાર્થીનો ચાલું ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે પગ કપાઈ ગયો. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવેલા CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનાથી સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી.
શું છે આખો મામલો?
બેલાઢી ગામના રહેવાસી શૈલેન્દ્ર પાસવાનનો પુત્ર ચંદ્રદીપ કુમાર ચાલું ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે ટ્રેન નીચે પડી ગયો. આ અકસ્માતમાં તેનો એક પગ કપાઈ ગયો. જે સમયે આ અકસ્માત થયો તે સમયે વિદ્યાર્થી ઇન્ટરમીડિયેટ પરીક્ષા માટે કેન્દ્ર જોવા જઈ રહ્યો હતો.
આ અકસ્માત પંડિત દીનદયાળ-ગયા રેલવે સેક્શનના સાસારામ રેલવે સ્ટેશન પર થયો હતો. ચંદ્રદીપ ઇન્ટરમીડિયેટ પરીક્ષા કેન્દ્ર શોધવા માટે સાસારામથી ડેહરી જતી ધનબાદ ઇન્ટરસિટી ટ્રેન પકડી રહ્યો હતો. જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી, ત્યારે ભારે ભીડને કારણે ચંદ્રદીપે ચાલું ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે ટ્રેન નીચે પડી ગયો હતો, જેને કારણે તેનો એક પગ કપાઈ ગયો.
ઘટના બાદ સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરો અને RPF તાત્કાલિક કાર્યવાહીમાં જોડાયા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સાસારામ સદર હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેને વધુ સારી સારવાર માટે બહાર રીફર કરવામાં આવ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ વિદ્યાર્થીના પરિવારજનો હૉસ્પિટલ પહોંચી ગયા હતા. ચંદ્રદીપના પરિવારના સભ્યોની હાલત રડી-રડીને ખરાબ થઇ ગઇ છે, તેઓ ચંદ્રદીપની આ હાલત જોઈને તેનો પરિવાર અને ગામના લોકો આઘાતમાં છે.
રેલવે પ્રશાસને જનતાને અપીલ કરી
રેલ્વે પ્રશાસને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને મુસાફરોને સાવચેત રહેવા અને ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનું ટાળવાની અપીલ કરી છે. પ્રશાસને કહ્યું કે આ ખતરનાક બની શકે છે અને મુસાફરોએ હંમેશાં સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવી જોઈએ.
આ ઘટના ફરી એકવાર લોકોને રેલવેના નિયમોનું પાલન કરવાનો અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપે છે. રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉતાવળ અને બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp