આ હેવાને 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી દીધી; આ રીતે ફૂટ્યો ભાંડો

આ હેવાને 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી દીધી; આ રીતે ફૂટ્યો ભાંડો

06/09/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આ હેવાને 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી દીધી; આ રીતે ફૂટ્યો ભાંડો

ગરવી ગુજરાતમાં ગુનાનું પ્રમાણ બેફામ વધવા લાગ્યું છે, જાણે કે આ નરાધમોને પોલીસ કે કાયદાનો લેશમાત્ર ભય નથી. સમય-સમય પર પોલીસ લૂખ્ખાતત્વોને ભાન કરાવવા માટે જાહેરમાં સરઘસ કાઢે છે, તોય ઘણા નરાધમોને ભાન જ નથી આવતું. જે ગુજરાતમાં મહિલા સુરક્ષાની બેફામ વાતો થતી હોય, ત્યાં બળાત્કાર, મહિલાઓ સાથે મારામારી, જાહેરમાં મહિલાઓને છેડતી કરવી, જાહેરમાં મહિલાની હત્યા કરી  દેવા જેવી ઘટનાઓ સામે આવ્યા બાદ મહિલા સુરક્ષા પર અનેક સવાલો ઊભા થાય છે. આવો જ એક કિસ્સો મેઘરજથી સામે આવ્યો છે, જ્યાં 51 વર્ષના નરાધમે 13 વર્ષીય કિશોરીને બહેલાવી-ફોસલાવીને દુષ્કર્મ આચર્યું અને ગભવતી બનાવી નાખી. આવડો મોટો શખ્સ 13 વર્ષની કિશોરી પર નજર કેવી રીતે બહાડી શકે? એજ સમજથી બહાર છે. આટલી ઉંમરે તો પોતાને પિતાતુલ્ય માનીને દીકરીઓને વહાલ કરવાનો હોય, તેમની સાથે ઊભા રહેવાનુ હોય, પરંતુ મગજમાં કીચડ ભરેલું હોય તો આવા વિચારો પણ ક્યાંથી આવે?


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

આ નરાધમને જોઈને એવું લાગે છે કે તેના છોકરના પણ છોકરા મોટા થઈ જવા આવ્યા હશે, પરંતુ તેણે પોતાની ઉંમર પણ ન જોતા અને નાની વયની દીકરી સાથે દુષ્કર્મ કરી નાખ્યું. મળતી માહિતી મુજબ, મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં 51 વર્ષીય આધેડના ઘરે 13 વર્ષીય સગીરા રમવા જતી હતી. ત્યારે આ નરાધમે માસૂમ છોકરી પર નજર અને દાનત બગાડી. તેના મનમાં વાસનાનું ભૂત પેઠું. જ્યારે આ છોકરી રોજ રમવા જતી અને પત્ની ઘરે હોય તો તે મનમાં ને મનમાં 13 વર્ષીય કિશોરી માટે ખરાબ વિચારો કર્યા કરતો. અને જ્યારે આધેડની પત્ની ઘરે ન હોય ત્યારે તે કિશોરીને ખોટી લાલચો આપીને, વાસનામાં ડૂબીને ને બાળકીને પીંખી નાખતો હતો.


ડૉક્ટર પાસે તપાસ કરાવતા ખબર પડી કિશોરીને 3 માસનો ગર્ભ છે

ડૉક્ટર પાસે તપાસ કરાવતા ખબર પડી કિશોરીને 3 માસનો ગર્ભ છે

સમય જતા આ બાળકીને દુઃખાવો ઉપડ્યો અને પછી છોકરીએ માતાને પોતાની આપવીતી કહી સંભળાવી હતી. માતા ડૉક્ટર પાસે પોતાની દીકરીની તપાસ કરાવવા લઈ ગઈ, જ્યાં કિશોરીનેને 3 માસનો ગર્ભ હોવાનું સામે આવતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ , પરંતુ પોતાની નિર્દોષ સગીર દીકરીને ન્યાય અપાવવા માટે પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે છોકરીના નિવેદન અને મેડિકલ રિપોર્ટ આધારે આ 51 વર્ષીય નરાધમ સામે POCSO અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને તેણે પકડવા ચક્રો ગતિમાન કરી દીધા અને પછી પોલીસે 24 કલાકમાં જ હેવાનનેને ઝડપી પાડ્યો હતો. હાલ તેને મેડિકલ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પીડિતા સગીરાને પણ મેડિકલ સારવાર માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top