Dream 11 સહિત ઓનલાઈન ગેમિંગ કંપનીઓને 55000 કરોડની નોટિસ ફટકારાઈ, DGGIની કાર્યવાહી, જાણો સમગ્ર મ

Dream 11 સહિત ઓનલાઈન ગેમિંગ કંપનીઓને 55000 કરોડની નોટિસ ફટકારાઈ, DGGIની કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

09/26/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Dream 11 સહિત ઓનલાઈન ગેમિંગ કંપનીઓને 55000 કરોડની નોટિસ ફટકારાઈ, DGGIની કાર્યવાહી, જાણો સમગ્ર મ

દેશમાં ઓનલાઇન રિયલ મની ગેમિંગ ક્ષેત્રમાં કામ કરતી આશરે એક ડઝન કંપનીઓને (GST Notice to Online Gaming Companies) ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (DGGI)એ પ્રી-શોકોઝ નોટિસ એટલે કે અગાઉથી કારણદર્શક નોટિસ ફટકારી છે. મોટી વાત એ છે કે આ નોટિસ આશરે 55000 કરોડ રૂપિયાની હતી.  


નોટિસમાં શું કહ્યું છે?

નોટિસમાં શું કહ્યું છે?

તેમાં કહેવાયું છે કે ફેન્ટ્સી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11ને આશરે 25000 કરોડ રૂપિયાની GSTની નોટિસ ફટકારાઈ છે જે કદાચ દેશમાં આપવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ઈનડાયરેક્ટ નોટિસ હોઈ શકે છે. આ મામલે જાણકારી ધરાવતા લોકોએ આ માહિતી આપી હતી.


જીએસટી ડિમાંડનો આંકડો ચોંકાવનારો હશે

એક અહેવાલ અનુસાર આવનારા અઠવાડિયાઓમાં આવી ઘણી નોટિસો ફટકારવામાં આવી શકે છે. તેનાથી રિયલ મની ગેમિંગ કંપનીઓને મળનાર જીએસટી ડિમાંડ નોટિસ (GST Demand Notice) નો આંકડો વધીને 1 લાખ કરોડ રૂપિયાને વટાવી શકે છે.


પ્રી-શોકોઝ નોટિસ શું હોય છે?

પ્રી-શોકોઝ નોટિસ શું હોય છે?

અધિકારીઓ દ્વારા ડીઆરસી-01A ફોમર્ના માધ્યમથી ચૂકવવાના થતા ટેક્સ માટે નોટિસ ઈશ્યૂ કરવામાં આવે છે અને GSTની ભાષામાં તેને પ્રી-શૉ કોઝ નોટિસ (Pre Show Cause Notice) કહેવાય છે. આ આવકવેરા વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ આવે તે પહેલા ઈશ્યૂ કરવામાં આવે છે.


ઓનલાઇન ગેમિંગ કંપનીઓએ શું કહ્યું?

ઓનલાઇન ગેમિંગ કંપનીઓએ શું કહ્યું?

જે કંપનીઓને પ્રી-શોકોઝ નોટિસ જારી કરી છે તેમાં પ્લે ગેમ્સ 24x7 અને તેની સહયોગી તથા હેડ ડિજિટલ વર્ક્સ પણ સામેલ છે. જોકે આ જાણકારી એ લોકોના માધ્યમથીમળી છે જે પોતાની ઓળખ સામે લાવવા માગતા હતા. જોકે આ મામલે ડ્રીમ11 (Dream 11) અને હેડ ડિજિટલ વર્ક્સે પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરી દીધો હતો. અહેવાલ અનુસાર આ મામલે ડ્રીમ 11એ બોમ્બે હાઈકોર્ટમાં નોટિસને પડકારી પણ દીધી છે.


કઈ-કઈ કંપનીઓને ફટકારાઈ નોટિસ?

કઈ-કઈ કંપનીઓને ફટકારાઈ નોટિસ?

અહેવાલ અનુસાર ડ્રીમ11ને સોમવારે 25000 કરોડ રૂપિયાની નોટિસ મોકલાઈ હતી. એ જ રીતે પ્લે ગેમ્સ 24x7 અને તેના સહયોગીઓને નોટિસ ફટકારાઈ હતી આ નોટિસની રકમ આશરે 20,000 કરોડ રૂપિયા થાય છે જેમાં રમી સર્કલ (Rummy Circle) અને માય11 સર્કલનું (My11 Circle)નું નામ પણ સામેલ છે. આ ઉપરાંત 5000 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાંડ નોટિસ હેડ ડિજિટલ વર્ક્સને પણ જારી કરાઇ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top