બાગેશ્વર ધામની હનુમાન કથામાંથી ફરી રહેલા એક જ પરિવારના 7 લોકોને ગાડીમાં કરી આત્મહત્યા

બાગેશ્વર ધામની હનુમાન કથામાંથી ફરી રહેલા એક જ પરિવારના 7 લોકોને ગાડીમાં કરી આત્મહત્યા

05/27/2025 National

SidhiKhabar

SidhiKhabar

બાગેશ્વર ધામની હનુમાન કથામાંથી ફરી રહેલા એક જ પરિવારના 7 લોકોને ગાડીમાં કરી આત્મહત્યા

હરિયાણાના પંચકુલાના સેક્ટર-27માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં દેહરાદૂનના એક જ પરિવારના 7 લોકોએ કારમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવે છે કે સેક્ટર 27માં એક ઘરની બહાર રસ્તા પર પાર્ક કરેલી કારમાં બધાના મૃતદેહ બંધ મળ્યા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પરિવાર પર ભારે દેવામાં ડૂબી ગયું હતું, એટલે તેણે આ પગલું ભર્યું.

મળતી માહિતી મુજબ, દેહરાદૂનનો રહેવાસી પ્રવિણ મિત્તલ પોતાના પરિવાર સાથે પંચકુલાના બાગેશ્વર ધામમાં આયોજિત હનુમાન કથા કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ, દેહરાદૂન પરત ફરતી વખત, તેમણે સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું. મૃતકોમાં દહેરાદૂનના રહેવાસી 42 વર્ષીય પ્રવીણ મિત્તલ, પ્રવિણના માતા-પિતા, પ્રવિણની પત્ની અને 2 પુત્રીઓ અને એક પુત્ર સહિત 3 બાળકોનો સમાવેશ થાય છે.


ઘટનાસ્થળેથી મળી આવી સુસાઇડ નોટ

ઘટનાસ્થળેથી મળી આવી સુસાઇડ નોટ

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસ આ મામલાની તપાસમાં કરી રહી છે. હાલમાં, સાતેય મૃતદેહોને પંચકુલાની ખાનગી હૉસ્પિટલોના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પંચકુલાના DCP હિમાદ્રી કૌશિક અને DCP કાયદો અને વ્યવસ્થા અમિત દહિયા ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ માટે નમૂના એકત્રિત કર્યા છે.


મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા

પંચકુલાના DCP હિમાદ્રી કૌશિકે જણાવ્યું હતું કે, એક જ પરિવારના 7 લોકોએ કારમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી. ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથામાં ભાગ લેવા માટે આ પરિવાર ઉત્તરાખંડના દેહરાદૂનથી ગયો હતો. DCPના મતે, પરિવાર પર ઘણું દેવું હતું. કદાચ એટલે આ પગલું ભર્યું હશે. હાલમાં, તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top