દલિત વિરોધી છે મોદી સરકાર, પોતાની જ પાર્ટી પર કેમ ફૂટ્યો BJP સાંસદનો ગુસ્સો?

દલિત વિરોધી છે મોદી સરકાર, પોતાની જ પાર્ટી પર કેમ ફૂટ્યો BJP સાંસદનો ગુસ્સો?

07/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

દલિત વિરોધી છે મોદી સરકાર, પોતાની જ પાર્ટી પર કેમ ફૂટ્યો BJP સાંસદનો ગુસ્સો?

કર્ણાટકથી ભાજપના સાંસદ અને વંચિત નેતા રમેશ જિગાજિનાગીએ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. તેમણે કહ્યું કે, મોટા ભાગના કેન્દ્રીય મંત્રી ઊંચી જાતિઓથી સંબંધ ધરાવે છે. તો વંચિતોને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પરિષદમાં મંત્રી ન બનાવવાથી તેઓ ખૂબ દુઃખી છે. તેમણે લોકસભાની ચૂંટણી 2024માં વિજયપુર સીટથી ચૂંટણી જીતી છે.


દલિત વિરોધી છે ભાજપ પાર્ટી: રમેશ જિગાજિનાગી

દલિત વિરોધી છે ભાજપ પાર્ટી: રમેશ જિગાજિનાગી

મંગળવારે સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં રમેશે જિગાજિનાગીએ કહ્યું કે, ઘણા લોકોએ મને ભાજપમાં ન જવાની સલાહ આપી હતી કેમ કે તે (પાર્ટી) દલિત વિરોધી છે. જ્યારે રમેશ જિગાજિનાગીએ એક સવાલ પર કહ્યું કે, લોકોનું સમર્થન મારા માટે જરૂરી છે, પરંતુ જ્યારે હું પાછો આવ્યો (ચૂંટણી બાદ) તો લોકોએ મને ખૂબ ફટકાર લગાવી. ઘણા દલિતોએ મારી સાથે એ વાત પર દલીલ કરી કે ભાજપ દલિત વિરોધી છે અને મારે પાર્ટીમાં સામેલ થવા પહેલા વાત જાણી લેવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, મારા જેવા વંચિત નેતા સતત 7 ચૂંટણી જીતનાર દક્ષિણ ભારતના પહેલા વ્યક્તિ છે. બધા ઉચ્ચ જાતિના લોકો કેબિનેટ પદો પર છે.


રમેશ જિગાજિનાગીએ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ:

રમેશ જિગાજિનાગીએ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ:

ભાજપ નેતાએ સવાલ કર્યો કે, શું દલિતોએ ક્યારેય ભાજપનું સમર્થન કર્યું નથી? તેનાથી મને ખૂબ દુઃખ થયું. રમેશ જિગાજિનાગીએ પહેલી વખત 1998માં લોકસભાની ચૂંટણી જીતી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ લોકસભાની ચૂંટણીમાં અપરાજિત રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપએ કર્ણાટકની 28 સીટોમાંથી 17 સીટો પર બાજી મારી હતી. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર 3.0માં 29 OBC, 28 જનરલ, 10 SC, 5 ST અને 7 મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. તો કર્ણાટક રાજ્યથી જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યસભામાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરનારા નિર્મલા સીતારમણને ફરીથી નાણાંમંત્રી બનાવવામાં આવ્યા છે, પહેલા તેમની પાસે મહત્ત્વપૂર્ણ પદ હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top