એક 2 વર્ષના બાળકે તે કરી બતાવ્યું..' રચ્યો ઈતિહાસ, સૌથી નાની વયે....?!આ બાળકે વર્લ્ડ રેકોર્ડ બન

એક 2 વર્ષના બાળકે તે કરી બતાવ્યું..' રચ્યો ઈતિહાસ, સૌથી નાની વયે....?!આ બાળકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

01/29/2024 World

SidhiKhabar

SidhiKhabar

એક 2 વર્ષના બાળકે તે કરી બતાવ્યું..' રચ્યો ઈતિહાસ, સૌથી નાની વયે....?!આ બાળકે વર્લ્ડ રેકોર્ડ બન

એક 2 વર્ષના બાળકે તે કરી બતાવ્યું છે જેની પર કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. આ બાળકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બાળકનું નામ કાર્ટર ડલાસ છે. તે બ્રિટનનો રહેવાસી છે. કાર્ટર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનાર વિશ્વની સૌથી નાની ઉંમરની વ્યક્તિ બન્યો છે.

તેણે 25 ઓક્ટોબરે નેપાળમાં સમુદ્ર તળિયેથી 17, 598 ફૂટની ઊંચાઈ પર સ્થિત દક્ષિણી સ્થળ પર ચઢાણ કર્યુ. તેણે પોતાના 31 વર્ષના પિતા રોસની પીઠ પર બેસીને ટ્રેક પૂરો કર્યો. આ દરમિયાન તેની 31 વર્ષની માતા ઝેડ પણ તેની સાથે હતી. આ પરિવાર ગ્વાસગોથી આવ્યો હતો અને એક વર્ષ માટે એશિયાની યાત્રા પર નીકળ્યો હતો.


અગાઉ 4 વર્ષના બાળકના નામે હતો રેકોર્ડ

અગાઉ 4 વર્ષના બાળકના નામે હતો રેકોર્ડ

રિપોર્ટ અનુસાર એવુ માનવામાં આવે છે કે ચેક ગણરાજ્યના એક ચાર વર્ષના બાળકની નામે છેલ્લો બેઝ કેમ્પ રેકોર્ડ હતો. રોસે કહ્યુ, કાર્ટરે મારી અને પોતાની માતાની તુલનામાં બધુ જ સારી રીતે કર્યુ છે. અમને બંનેને થોડી ઊંચાઈ પર મુશ્કેલી થવા લાગી હતી પરંતુ તે બિલકુલ ઠીક હતો.

બેઝ કેમ્પ પહેલા ગામમાં હાજર બે ડોક્ટરોએ તેમની તપાસ કરી હતી. તેમનો બ્લડ ટેસ્ટ થયો જેથી જાણ થઈ શકે કે તેમની હેલ્થ સારી છે કે નહીં. તેમનો ટેસ્ટ રિપોર્ટ અમારા કરતા ઘણો સારો હતો. અમે ટ્રેક માટે ફૂડ જેકેટ અને બે સ્લીપિંગ બેગ ખરીદી હતી. આ કામને અમે સમજ્યા-વિચાર્યા વિના કર્યું હતું. 


કાઠમંડુ પહોંચી 24 કલાકમાં ચઢાણ શરૂ કર્યું હતું

કાઠમંડુ પહોંચી 24 કલાકમાં ચઢાણ શરૂ કર્યું હતું

આ મામલે વધુ જાણકારી આપતાં રોસે કહ્યું કે કાઠમંડુ પહોંચ્યાના 24 કલાકની અંદર જ અમે ચઢાણ શરૂ કરી દીધું હતું . મારો પરિવાર આ યાત્રા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો. તમામ નિયમિત રીતે શ્વાસ સાથે જોડાયેલી એક્સરસાઈઝ કરી રહ્યા હતા.

મારું બાળક કાર્ટર સમગ્ર પરિવાર સાથે આઈસ બાથ લે છે. હું અને મારી પત્નીએ ઓગસ્ટ 2023માં સ્કોટલેન્ડમાં અમારું ઘર ભાડે આપી દીધું હતું અને પરિવાર સહિત અમને ટ્રાવેલ પર નીકળી ગયા હતા. સૌથી પહેલા અમે ભારત આવ્યા અને પછી શ્રીલંકા અને માલદીવ ગયા હતા. ત્યારબાદ અમે ફરી ભારત આવીને નેપાળ રવાના થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top