પુત્રીના બર્થ ડેની ઉજવણી બાદ પાંડેસરામાં 36 વર્ષીય યુવકે ખાધો ગળાફાંસો, જાણો સમગ્ર મામલો!
ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં 36 વર્ષીય યુવક ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દીકરીના બર્થ ડેની ઉજવણી બાદ પગલું ભર્યું હતું. તેણે પત્નીને દારૂના નશામાં માર મારતા બેભાન થઈ ગઈ હતી. જે બાદ પતિ નંદલાલ બિંદ રૂમ અંદરથી બંધ કરી ફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે બે દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. દીકરીના બર્થડેની તસવીરો અંતિમ યાદ બની હતી.
તાજેતરમાં સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા કાપડ વેપારીની ધો.8 માં અભ્યાસ કરતી 13 વર્ષની ટવીન્સ પુત્રીઓ ગત સવારે સ્કુલમાં પહેલી બેન્ચ પર બેસી અભ્યાસ કરતી હતી ત્યારે એક પુત્રી અચાનક બેભાન થઈ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા સંપૂર્ણ સ્વસ્થ બાળકીના અચાનક મોતથી પરિવાર અને શાળા પરિવાર પણ ચોંકી ઉઠયું હતું. મૂળ રાજસ્થાન રાજસમંદના વતની અને સુરતમાં ગોડાદરા સાંઈબાબા સોસાયટીમાં રહેતા કાપડ વેપારી મુકેશભાઈ ભંવરલાલ મેવાડાની 13 વર્ષની ટવીન્સ પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ ગોડાદરાની ગીતાંજલી સ્કૂલમાં ધો.8 માં અભ્યાસ કરે છે.બંને બહેનો ગત સવારે સ્કુલે ગઈ હતી અને પહેલી બેન્ચ પર સાથે બેસી અભ્યાસ કરતી હતી ત્યારે ચાલુ ક્લાસે 11.30 થી 11.45 ના અરસામાં રિદ્ધિ અચાનક બેભાન થઈ ઢળી પડી હતી.તેમને ભણાવતા શિક્ષકે તરત પ્રિન્સિપાલને જાણ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સંપૂર્ણ સ્વસ્થ બાળકીના અચાનક મોતથી પરિવાર અને શાળા પરિવાર પણ ચોંકી ઉઠયું હતું.
લગ્નજીવનના માત્ર ત્રણ વર્ષના ટુંકાગાળામાં દોઢ વર્ષની માસુમ પુત્રીને મુકીને જીવતર ટુંકાવનાર પુત્રવધુને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી વયોવૃધ્ધ સાસુ-સસરાએ ચાર્જશીટ બાદ કરેલી જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ ડૉ.વી.સી.માહેશ્વરીએ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ માનીને નકારી કાઢી હતી. મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના વતની 63 વર્ષીય કાંતીભાઈ જગજીવન બરવાળીયા તથા 55 વર્ષીય ગીતાબેનના પુત્ર હિમાલય સાથે સંજનાબેનના લગ્ન ત્રણેક વર્ષ પહેલાં થયા હતા.લગ્નજીવનથી એક પુત્રીનો જન્મ થયા બાદ સાસરીયા દ્વારા ઘરના કામકાજ,કપડા પહેરા તથા જમવાના બનાવવાના મુદ્દે શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતાં હતો.જેનાથી કંટાળીને સંજનાબેને દોઢ વર્ષની પુત્રીને મુકીને જીવનદોરી ટુંકાવી લીધી હતી
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp