રસ્તે જતી કાર જોતજોતામાં બની ગઇ આગનો ગોળો, જુઓ વીડિયો

રસ્તે જતી કાર જોતજોતામાં બની ગઇ આગનો ગોળો, જુઓ વીડિયો

01/10/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રસ્તે જતી કાર જોતજોતામાં બની ગઇ આગનો ગોળો, જુઓ વીડિયો

અત્યારે ઇલેક્ટ્રિક વાહનો કે અન્ય વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જામનગરથી પણ એવી જ ઘટના સામે આવી છે, જેમાં ચાલુ કારમાં આગ લાગી જતા એ કાર જોતજોતામાં આગના ગોળામાં પરિણમી ગઈ હતી. એ ઘટના જોઈને એ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. કારમાં આગ લાગી જતા દરવાજો પણ લોક થઇ ગયો હતો, પરંતુ પરિવારનો આબાદ બચાવ થતા જાનહાની ટળી હતી.


દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે કારમાં બેસીને જામનગર તરફ જતું હતું

દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે કારમાં બેસીને જામનગર તરફ જતું હતું

મળતી માહિતી મુજબ મોરબીથી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે કારમાં બેસીને જામનગર તરફ જતું હતું. આ દરમિયાન ધ્રોલ નજીક લતીપર રોડ પર અચાનક ચાલુ કારમાં આગ લાગી જતા હાહાકાર મચી ગયો હતો. કારમાં આગ લાગતા જ તેનો દરવાજો પણ એક તરફથી લોક થઈ જતા જીવ પડીકે બંધાયા હતા. જો કે, કારચાલક અને તેમની પત્ની અઢી વર્ષની બાળકીને લઈને બહાર આવી જતા ત્રણેયનો બચાવ થયો હતો. પરંતુ કારમાં રાખેલી 8000 રૂપિયાની રોકડ રકમ, ઘડિયાળ સહિત અન્યા માલસામાન બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટના અંગે દંપતીએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ધ્રોલ પોલીસે આગ અકસ્માતની નોંધ કરી છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

અગાઉ કામરેજમાં પણ કારમાં આગ લાગી હતી

થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના કામરેજ ગામના એક મોલની નજીક પણ કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બીજી તરફ ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી ગયો હતો, જેથા જાનહાનિ ટળી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કારવામાં આવી હતી, ત્યારબાદ ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top