Attack on Temple : સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાનીઓનો હુમલો; લખ્યું-"હિન્દુસ્તાન મુર્દાબાદ"
વર્લ્ડ ડેસ્ક : ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી ચિત્રો બનાવ્યા હતા. મેલબોર્નમાં જે મંદિર પર હુમલો થયો છે તેનું નામ BAPS સ્વામિનારાયણ મંદિર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેલબોર્નના મિલ પાર્કમાં આવેલા મુખ્ય હિંદુ મંદિરોમાંના એક સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર "હિન્દુસ્તાન મુર્દાબાદ" ના નારા લખવામાં આવ્યા હતા.
હુમલાની નિંદા કરતા BAPS સ્વામિનારાયણ મંદિરે જણાવ્યું હતું કે, અમે આ તોડફોડ અને નફરતથી ભરેલા હુમલાઓથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સૌહાર્દની પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં વિગતવાર નિવેદન જાહેર કરીશું. આ સાથે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખાલિસ્તાન જૂથે એક ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેની પણ પ્રશંસા કરી છે. મહત્વનું છે કે, ભિંડરાનવાલે ખાલિસ્તાની શીખ રાજ્યના વ્યાપક સમર્થક છે, જે ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન માર્યા ગયા હતા.
News: Appeal for Peace, Melbourne, Australia https://t.co/UYGsrrmJEd pic.twitter.com/W75oLCAHtK — BAPS (@BAPS) January 12, 2023
News: Appeal for Peace, Melbourne, Australia https://t.co/UYGsrrmJEd pic.twitter.com/W75oLCAHtK
ખાલિસ્તાની સમર્થકોએ મંદિરમાં તોડફોડ પણ કરી હોવાનો આરોપ છે ત્યારે મંદિર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે સમગ્ર ઘટના મામલે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજે શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી છે તથા હરિભક્તોને પણ શાંતિ જાળવવા અપીલ કરી છે.
નોર્ધન મેટ્રોપોલિટન રિજન માટે લિબરલ સાંસદ ઇવાન મુલ્હોલેન્ડે કહ્યું કે, મંદિરની આ તોડફોડ વિક્ટોરિયાના શાંતિપ્રિય હિંદુ સમુદાયને ખાસ કરીને આ પવિત્ર સમયે ખૂબ જ ખલેલ પહોંચાડે છે. અમિત સરવાલ નામના પત્રકારે જણાવ્યું હતું કે, મેલબોર્નમાં રહેતા હિન્દુ સમુદાયે પોલીસ અને સાંસદો સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. અહીંના સાંસ્કૃતિક મંત્રી પણ તે સ્થળના છે જ્યાં આ ઘટના બની હતી. ગયા વર્ષથી બધુ જ ચાલી રહ્યું છે. કેરળ હિન્દુ એસોસિએશને ઘટનાની નિંદા કરી છે.
કેનેડાના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) મંદિરની દિવાલોમાં 2022ના સપ્ટેમ્બર મહિનામાં અજાણ્યા બદમાશોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તોડફોડ કરી હતી. કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી અને આ મામલાની તપાસ કરવા અને ગુનેગારો સામે ત્વરિત પગલાં લેવા કેનેડિયન સત્તાવાળાઓ સાથે મુદ્દો ઉઠાવયપો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp