Road Accident: ગુજરાતમાં રાજસ્થાનના જયપુર જેવો ગોઝારો અકસ્માત! 4 ગાડીઓ ભડકે બળી, જુઓ વીડિયો

Road Accident: ગુજરાતમાં રાજસ્થાનના જયપુર જેવો ગોઝારો અકસ્માત! 4 ગાડીઓ ભડકે બળી, જુઓ વીડિયો

12/26/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Road Accident: ગુજરાતમાં રાજસ્થાનના જયપુર જેવો ગોઝારો અકસ્માત! 4 ગાડીઓ ભડકે બળી, જુઓ વીડિયો

Road Accident: અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવો અકસ્માત થયો છે. અહીં બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી ગઇ હતી, જેની ઝપેટમાં આવીને 4 વાહનો બળીને રાખ થઇ ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હૉસ્પિટલે લઇ જવામાં આવ્યા છે.


બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર થયો અકસ્માત

બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર થયો અકસ્માત

આ ગોઝારો અકસ્માત બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર રોહિકા ચોકડી નજીક થયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે 4 વાહનો ભળભળ બળવા લાગ્યા હતા. અકસ્માતમાં 1 ટેન્કર અને 3 આઇસર ટ્રક એમ કુલ ચાર વાહનોમાં આગ લાગી હતી. કાપડના રોલ ભરેલી આઇસર ગાડી રોંગ સાઇડમાં ઘૂસી જતા આ અકસ્માતની ઘટના બની હતી.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

ગોઝારા અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળ પર એકઠા થઇ ગયા હતા. અમદાવાદ જિલ્લા ટ્રાફિક,બગોદરા કોઠ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે રોડની બંને બાજુ બંધ કરવાની ફરજ પડી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસે ટ્રાફિક જામને હળવો કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top