OYO હોટલમાં પ્રેમીને મળવા ગઇ હતી પરિણિત મહિલા, બંને વચ્ચે વિવાદ થયો અને પછી...

OYO હોટલમાં પ્રેમીને મળવા ગઇ હતી પરિણિત મહિલા, બંને વચ્ચે વિવાદ થયો અને પછી...

04/01/2023 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

OYO હોટલમાં પ્રેમીને મળવા ગઇ હતી પરિણિત મહિલા, બંને વચ્ચે વિવાદ થયો અને પછી...

ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં OYO હોટલમાં તેના પ્રેમીને મળવા આવેલી મહિલાની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે મહિલાના પતિની ફરિયાદના આધારે ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના પોલીસ સ્ટેશન સેક્ટર 63 વિસ્તારના ચિઝરસીની જણાવવામાં આવી રહી છે. ઈટાવાની મહિલા તેના પતિ અને બે બાળકો સાથે નોઈડામાં રહેતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકના તેના સંબંધી સોનુ સાથે અનૈતિક સંબંધો હતા. શુક્રવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ મહિલા સોનુને મળવા સેક્ટર 63 ચિઝરસીમાં આવેલી OYO હોટલમાં ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમી સોનુના લગ્ન થવાના છે, જેના કારણે OYOમાં મહિલા અને સોનુ વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ વચ્ચે ગુસ્સે થઈને સોનુએ મહિલા સાથે મારપીટ શરૂ કરી અને મહિલાના માથા અને ચહેરા પર કોઈ વસ્તુથી માર માર્યો.

જેના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે OYO હોટેલ પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે મહિલાના પતિની ફરિયાદ પર કેસ નોંધી આરોપી સોનુની ધરપકડ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top