ગ્રૂપ કેપ્ટન અભિનંદન જેવી મૂંછ રાખવા બદલ પોલીસકર્મી સસ્પેન્ડ, કહ્યું- ‘રાજપૂત છું, સસ્પેન્શન મં

ગ્રૂપ કેપ્ટન અભિનંદન જેવી મૂંછ રાખવા બદલ પોલીસકર્મી સસ્પેન્ડ, કહ્યું- ‘રાજપૂત છું, સસ્પેન્શન મંજૂર, પણ મૂંછ નહીં કપાવું’

01/10/2022 National

SidhiKhabar

SidhiKhabar

ગ્રૂપ કેપ્ટન અભિનંદન જેવી મૂંછ રાખવા બદલ પોલીસકર્મી સસ્પેન્ડ, કહ્યું- ‘રાજપૂત છું, સસ્પેન્શન મં

મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના ભોપાલમાં એક કોન્સ્ટેબલને મૂંછ રાખવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમણે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન જેવી જ મૂંછ રાખી હતી, તેમના સાથીઓ પણ તેમને અભિનંદન જ કહેતા. પરંતુ આદેશનું પાલન ન કરવાનું કારણ ધરીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

કોન્સ્ટેબલ રાકેશ રાણા કૉ-ઓપરેટિવ ફ્રોડ એન્ડ લોક સેવા ગેરેંટીમાં ફરજ બજાવે છે. વિભાગના આઈજી પ્રશાંત શર્માએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. તેમને નિયમના ઉલ્લંઘન બદલ ફરજમુકત કરવામાં આવ્યા છે. 

'મૂંછ રાખવી મારા માટે સ્વાભિમાનની વાત, નોકરી ભલે જાય'

આદેશમાં કહેવામાં આવ્યું કે, રાકેશ રાણાના ટર્ન આઉટ ચેકમાં જાણવા મળ્યું કે તેમના વાળ મોટા છે અને મૂંછની ડિઝાઈન પણ વિચિત્ર છે. તેમને વાળ અને મૂંછ યોગ્ય આકારમાં કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે પાલન ન કર્યું. જેના કારણે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. 

જોકે, આ મામલે કોન્સ્ટેબલ રાકેશ રાણા પણ ઝૂકવાના મૂડમાં નથી. તેમણે કહ્યું, હું રાજપૂત છું અને મૂંછ રાખવી મારી શાન છે. નોકરી ભલે જાય પણ મૂંછો કાપીશ નહીં. એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, હું રાજપૂત પરિવારમાંથી આવું છું. મારા માટે આ સ્વાભિમાનની વાત છે. સસ્પેન્શનનો આદેશ મંજૂર છે, પણ મૂંછ નહીં હટાવું.’ તેમણે સવાલ કર્યો કે, પોલીસમાં ઘણાં લોકો મૂંછ રાખે છે. આઈપીએસ અધિકારીઓ પણ રાખે છે. માત્ર મારી મૂંછ પર કેમ વાંધો ઉઠાવવામાં આવ્યો? 

સોશિયલ મીડિયા ઉપર લોકોનું સમર્થન

બીજી તરફ, વિડીયો વાઈરલ થઇ જતા સોશિયલ મીડિયા ઉપર રાકેશ રાણાને લોકોનું સમર્થન મળી રહ્યું છે અને લોકો એમપી પોલીસની કાર્યવાહીની ટીકા કરી રહ્યા છે. લોકો માગ કરી રહ્યા છે કે આ મામલે તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવે અને તેમને ફરીથી હાજર કરવામાં આવે. 

વધુમાં જાણવા મળે છે કે, એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે સંજ્ઞાન લઈને ડીજીપી પાસે સમગ્ર મામલે રિપોર્ટ મગાવવામાં આવ્યો છે. ડીજીપી બંને પક્ષે વાતચીત કરીને રિપોર્ટ સોંપશે તેમ જાણવા મળ્યું છે. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top