ભારે વરસાદના કારણે ૫૦ મુસાફરોને લઇ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ પાણીમાં ફસાઈ ગઈ, અને પછી....

ભારે વરસાદના કારણે ૫૦ મુસાફરોને લઇ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ પાણીમાં ફસાઈ ગઈ, અને પછી....

07/19/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભારે વરસાદના કારણે ૫૦ મુસાફરોને લઇ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ પાણીમાં ફસાઈ ગઈ, અને પછી....

સુરત: સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. સુરતમાં ગઈકાલે રાત્રે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરને અડીને આવેલા સણીયા હેમાદ ગામમાં (Saniya Hemad)  પણ રસ્તા ઉપર પાંચથી છ ફૂટ પાણી ભરાઈ જતા મુસાફરોને લઇ જતી એક બસ (Travels Bus) ફસાઈ ગઈ હતી.

મુસાફરોને લઈને જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ સણીયા ગામમાંથી પસાર થઇ રહી હતી ત્યારે રસ્તા ઉપર ભરાયેલા પાણીના કારણે બસ બંધ પડી ગઈ હતી. બસના ડ્રાઈવરે બસ ફરી ચાલુ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ પાણી ભરાઈ જવાના કારણે બસ ચાલુ થઇ શકી ન હતી.

આશરે ત્રણ ફૂટથી વધુ પાણીમાં બસ ફસાઈ જતા અંદર બેઠેલા લગભગ પચાસેક મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તેમણે બસમાં બેઠા જ બૂમાબૂમ કરી મૂકી હતી. બસમાં સામેલ મુસાફરોમાં કેટલીક મહિલાઓ અને સાથે બાળકો પણ હતા.

મુસાફરોનો અવાજ સાંભળીને તાત્કાલિક આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા. લોકોએ દોડી આવીને બસ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. આખરે ટ્રેક્ટર લાવીને ભારે જહેમત બાદ બસને બાંધીને બહાર કાઢવામાં આવી હતી. ટ્રેક્ટરથી બસ બહાર કાઢ્યા બાદ સ્થાનિકોએ નજીકના શ્યામ સંગિની મંદિર નજીક સલામત પહોંચાડી હતી.

બસના ડ્રાઈવર અને સ્થાનિકોની સતર્કતાના કારણે બસના મુસાફરોને કોઈ નુકસાન થયું ન હતું કે બસને પણ વધુ નુકસાન થાય તે પહેલા પાણીની બહાર કાઢી લેવામાં આવી હતી.

ગામના પૂર્વ સરપંચે મીડિયાને જણાવ્યું કે, સંજય રામાનંદે જણાવ્યું કે વહેલી સવારે ગામમાં એકાએક પાણી ભરાઈ ગયા હતા. બસના ચાલકનો અંદાજ ખોટો પડ્યો અને બસ ફસાઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે અમે ત્યાં જઈને જોતા બસ બંધ થઇ ગઈ હતી અને લોકો ગભરાટમાં બૂમો પાડી રહ્યા હતા. પાણીનું સત્ર સતત વધી રહ્યું હતું એટલે અમે તાત્કાલિક બસને ટ્રેકટરથી ખેંચવાનું શરૂ કરી દીધું અને બસને સલામત બહાર કાઢી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top