દિલ્હીમાં જંગલીપણાનો નાગો નાચ! સાહિલ નામના યુવાને 16 વર્ષની પ્રેમિકાને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ

દિલ્હીમાં જંગલીપણાનો નાગો નાચ! સાહિલ નામના યુવાને 16 વર્ષની પ્રેમિકાને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખી! ઘટના CCTVમાં કેદ

05/29/2023 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીમાં જંગલીપણાનો નાગો નાચ! સાહિલ નામના યુવાને 16 વર્ષની પ્રેમિકાને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બર્બરતાની ઘટના સામે આવી છે. શાહબાદ ડેરી વિસ્તારમાં એક યુવકે સગીર યુવતીની છરી અને પથ્થરના ઘા મારીને હત્યા કરી નાખી. આરોપીની ઓળખ સાહિલ (પિતા સરફરાઝ) તરીકે થઈ છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સાહિલ સતત 16 વર્ષની છોકરી પર ચાકુથી હુમલો કરતો જોવા મળે છે. એટલું જ નહિ પણ તેણે સગીરાને પથ્થરથી છૂંદી નાખવાનો પ્રયત્ન પણ કર્યો! આ વીડિયો એટલો વિચિત્ર છે કે કાચાપોચા હૃદયના લોકો જોઈને ધ્રૂજી જાય!


આખી ઘટના સીસીટીવીમાં કેદ

સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે સાહિલ નિર્દયતાથી સગીર પર એક પછી એક છરી વડે મારતો રહ્યો અને લોકો જાણે કોઈ વેબ સિરીઝનું દ્રશ્ય જોતા હોય એમ ત્યાંથી પસાર થતા રહ્યા! કોઈએ સાહિલને રોકવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. પોલીસ ટીમને સગીરાની લાશ રસ્તા પરથી મળી આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સગીરા જેજે કોલોનીની રહેવાસી છે. રવિવારે સાંજે તે પોતાની સહેલીના ઘરે બર્થડે પાર્ટીમાં જઈ રહી હતી, ત્યારે અચાનક સાહિલે તેને રોકી અને તેના પર હુમલો કર્યો. છરી વડે અનેક વાર માર માર્યો. આ પછી યુવતી પર છ વખત પથ્થર મારવામાં આવ્યો! આ દરમિયાન સાહિલ તેને સતત લાતો પણ મારતો રહ્યો!

સાહિલે પહેલા સગીરા પર ચાકુ વડે સંખ્યાબંધ ઘા માર્યા અને લાતો વડે પ્રહાર કર્યા. એ પછી જાણે કોઈ મોટું કામ કરી નાખ્યું હોય એમ છાતી કાઢીને ચાલતો ચાલતો રવાના થઇ ગયો. પણ તરત પાછો ફર્યો અને મોટો પથ્થર લઈને સગીરા ઉપર એકથી વધુ વખત ફેંક્યો માથું છૂંદી નાખવાનો પ્રયત્ન કર્યો! સીસીટીવીમાં કેદ થયેલી આ આખી ઘટના જંગાલિયતના નાગા નાચ જેવી લાગી રહી છે.


શું છે આખી ઘટના

શું છે આખી ઘટના

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 16 વર્ષની છોકરીની તેના બોયફ્રેન્ડ દ્વારા ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી, આરોપીની ઓળખ 20 વર્ષીય મોહમ્મદ સાહિલ તરીકે થઈ છે. સાહિલ અને મૃતક સગીરા સાક્ષી રિલેશનશિપમાં હતા પરંતુ ગઈકાલે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. સાક્ષી તેની બહેનપણીના પુત્રના જન્મદિવસમાં હાજરી આપવા ઘરેથી નીકળી હતી. આ દરમિયાન આરોપીએ તેને રોકી, છરી વડે અનેક વાર કર્યા અને મોતને ઘાટ ઉતારી દીધી! આરોપી સાહિલ સરફરાઝ ફરાર છે, તેની શોધ ચાલુ છે. શાહબાદ ડેરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.


પોલીસ શું કહે છે?

પોલીસ શું કહે છે?

દિલ્હી ઉત્તરના એડિશનલ ડીસીપી રાજા બાંથીયાએ (પોસ્ટમોર્ટમ થયું એ પહેલા) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સગીરાને ચાકુના 20 ઉપરાંત ઘા મારવામાં આવ્યા છે. જેને પરિણામે ઘટનાસ્થળે જ એનું મૃત્યુ થઇ ગયું હતું. આરોપી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલમાં આરોપી ફરાર છે. આરોપીનું નામ મોહમ્મદ સાહિલ (પિતાનું નામ સરફરાઝ) છે અને તેને ઝડપી લેવા માટે પોલીસની 6 ટુકડીઓ રવાના કરવામાં આવી છે.

ભોગ બનનાર સગીરા સાક્ષીની માતાનું કહેવું છે કે એની પુત્રી ભણવામાં હોંશિયાર હતી, અને ભણીગણીને વકીલ બનવા માંગતી હતી. મોઃમ્મ્દ સાહિલ મુસ્લિમ હોવા છતાં એણે હાથના કાંડા પર હિન્દુઓ બાંધે એવો દોરો બાંધ્યો હોવાને કારણે તેમજ મૃતક કન્યા સાક્ષી હિંદુ હોવાને કારણે સોશિયલ મીડિયા પર લોકો ‘લવ જિહાદ’ આશંકા પણ જતાવી રહ્યા છે. હાલમાં પોલીસે આરોપીની બુલંદ શહેરમાંથી ધરપકડ કરી લીધી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top