ગાયકવાડના T20 વર્લ્ડ કપ 2024માં રમવાને લઈને પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન

ગાયકવાડના T20 વર્લ્ડ કપ 2024માં રમવાને લઈને પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન

04/19/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ગાયકવાડના T20 વર્લ્ડ કપ 2024માં રમવાને લઈને પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન

IPL 2024માં રમી રહેલા ઘણા ખેલાડી જૂનમાં થનારા T20 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે અને તેમાં એક નામ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું નામ પણ છે. તો પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે ઋતુરાજ ભલે આગામી T20 ટૂર્નામેન્ટ માટે સિલેક્ટ થવાની રેસમાં આગળ ન હોય, પરંતુ તેનું નામ લિસ્ટમાં જરૂર હોવું જોઈએ. ઋતુરાજ ગાયકવાડની આગેવાનીવાળી ચેન્નાઈ IPL 2024માં આજે લખનૌ સામે સીઝનની પોતાની સાતમી મેચ રમશે.


બધાની નજર ઋતુરાજ પર રહેશે

બધાની નજર ઋતુરાજ પર રહેશે

આ મેચમાં ફરી એક વખત બધાની નજર ઋતુરાજ પર રહેવાની છે કેમ કે તે શાનદાર ફોર્મમાં છે અને લખનૌના ઈકાના સ્ટેડિયામાં ધીમી પીચ પર અસરકારક સાબિત થઈ શકે છે. હાલની સીઝનમાં ઋતુરાજે 6 ઇનિંગમાં 44.80ની એવરેજ અને 130.23ની સ્ટ્રાઈક રેટથી 224 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 2 અડધી સદી નીકળી છે. પોતાના યુટ્યુબ ચેનલ પર શેર કરેલ વીડિયોમાં આકાશ ચોપડાએ લખનૌ સામે ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડને પહેલા ખેલાડીના રૂપમાં પસંદ કર્યો છે, જેના પર બધાની નજરો હતો.


દરેક બાબતે વાત કરવામાં આવે છે તો તેની બાબતે કેમ નહીં?

દરેક બાબતે વાત કરવામાં આવે છે તો તેની બાબતે કેમ નહીં?

આકાશ ચોપરાએ કહ્યું કે, ફોકસ કરો મારો નંબર-1 ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. તેનું પહેલું કારણ છે છેલ્લી મેચનું ફોર્મ. બીજું કારણ છે આ એક નાનું મેદાન છે. એક મોટા મેદાન પર તમે એક બેટ્સમેન પાસે વધુ આશા રાખો છો, જે બૉલને ટાઈમ કરે છે અને ગેપમાં મારે છે. બૉલને કવર અને મિડ વિકેટના ખાલી ક્ષેત્રમાં ઉપરથી હિટ કરે છે એટલે ઋતુરાજ મારો પહેલો ખેલાડી હશે જે કોઈ શંકા વિના જોવા યોગ્ય હશે. તે જબરદસ્ત ખેલાડી છે અને સારી બેટિંગ કરી રહ્યો છે. તે દોડમાં સૌથી આગળ નથી, પરંતુ T20 વર્લ્ડ કપ લિસ્ટનો હિસ્સો છે અને તેને રાખવો પણ જોઈએ. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી બનાવી. દરેક બાબતે વાત કરવામાં આવે છે તો તેની બાબતે કેમ નહીં?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top