Bomb Threat: વડોદરામાં સિગ્નસ સ્કૂલ બાદ વધુ શાળાને મળી RDXથી ઉડાવી દેવાની ધમકી
Vadodara: છેલ્લા કેટલાક સમયથી વડોદરાની અલગ-અલગ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. આજે વડોદરાની 2 શાળાઓને RDXથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હરણીની સિગ્નસ સ્કૂલ બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકીનો E-mail મળતા પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગત અઠવાડિયે ગુજરાતમાં 13 ધમકીભર્યા E-mail મોકલવા બદલ ચેન્નઈની IT એન્જિનિયર રેની જોશીલ્ડાની ધરપકડ કરાઈ હતી, જોકે તેની ધરપકડ બાદ પણ આ પ્રકારની ધમકીઓ ચાલુ છે અને હવે મદ્રાસ ટાઇગર્સના નામથી વડોદરાની સિગ્નસ સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી મળી છે.
હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલ બાદ હવે અમીન સ્કૂલને મળેલા ધમકીભર્યા E-mailમાં RDXથી સ્કૂલ ઉડાવી દેવાની ચીમકી આપવામાં આવી હતી. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે અનુસાર, નવા E-mailનું કન્ટેન્ટ અગાઉના ધમકીભર્યા E-mail જેવું જ છે, પરંતુ આ વખતે ધમકી ‘મદ્રાસ ટાઈગર્સ’ તરફથી આવી છે. અમે તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચીને સઘન ચેકિંગ શરૂ કર્યું છે.’
DCP પન્ના મોમાયાએ વધુમાં જણાવ્યું કે, ધમકીભર્યો મેસેજ મળતા જ અમારી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્કૂલ પરિસરમાં કોઈ બાળક કે વાલીને રહેવા દેવામાં આવ્યા નથી. સુરક્ષાના આગ્રહથી તમામ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે ઘરે મોકલી દેવાયા છે. હાલ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા વિગતવાર તપાસ ચાલી રહી છે.
વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે સાથે વાત કરતા જણાવ્યું હતું કે નવા E-mailનું કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા E-mail જેવું જ છે, પરંતુ આ વખતે ધમકી 'મદ્રાસ ટાઇગર્સ' તરફથી આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ- ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
છેલ્લા 12 દિવસમાં વડોદરાની 3 અલગ-અલગ સ્કૂલોને બોમ્બ ધમકીઓ મળી ચૂકી છે. તેમાં નવરચના સ્કૂલ, રિફાઈનરી CBSE સ્કૂલ અને હવે અમીન સ્કૂલનો સમાવેશ થાય છે. નવરચના સ્કૂલને આ વર્ષે બીજી વખત ધમકીભર્યો E-mail મળ્યો છે, જે જાન્યુઆરીમાં પણ આવી ધમકીનો શિકાર બની હતી. આ ધમકીઓમાં ‘મદ્રાસ ટાઈગર્સ’ અને ‘ઉમર ફારૂક’ જેવા નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સ્કૂલો શિવાય ગુજરાત હાઇકોર્ટને પણ 2 વખત બોમ્બની ધમકી મળી ચૂકી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp