Bomb Threat: ગુજરાત હાઇકોર્ટ બાદ વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Bomb Threat: ગુજરાત હાઇકોર્ટ બાદ વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

07/07/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Bomb Threat: ગુજરાત હાઇકોર્ટ બાદ વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Threat To Blow Up Veraval Court With Bomb: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. ગત દિવસોમાં વડોદરાની 2 શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ આ શાળાઓના બાળકોને રજા આપી દેવામાં આવી હતી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટને પણ 2 વખત આવી ધમકી મળી ચૂકી છે. એક વખત તો બપોર બાદની કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દેવી પડી હતી. તો હવે ગુજરાતની વધુ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.


વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી:

વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી:

વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાહાકાર મચી જવા પામ્યો છે. વહેલી સવારે E-mail દ્વારા આ ધમકી મળી હતી. ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. LCB અને SOG સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર પરિસરમાં સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.


કોર્ટની જૂની બિલ્ડિંગને ખાલી કારવાઈ

કોર્ટની જૂની બિલ્ડિંગને ખાલી કારવાઈ

સુરક્ષાની દૃષ્ટિએ કોર્ટની જૂની બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે. વકીલો અને અસીલોને કોર્ટ પરિસરની બહાર કાઢી દેવામાં આવ્યા છે. હાલમાં કોર્ટની બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top