રાજકોટ દુર્ઘટના બાદ સુરતનું તંત્ર જાગ્યું..' ફાયર વિભાગની તાબડતોબ કાર્યવાહી, બે દિવસમાં 12 હોસ્

રાજકોટ દુર્ઘટના બાદ સુરતનું તંત્ર જાગ્યું..' ફાયર વિભાગની તાબડતોબ કાર્યવાહી, બે દિવસમાં 12 હોસ્પિટલ અને 15 થિયેટર કર્યા સીલ

05/30/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજકોટ દુર્ઘટના બાદ સુરતનું તંત્ર જાગ્યું..' ફાયર વિભાગની તાબડતોબ કાર્યવાહી, બે દિવસમાં 12 હોસ્

Surat News: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતનું સરકારી તંત્ર સફાળુ જાગ્યું છે. શહેરમાં રવિવારે રાતથી શરૂ થયેલી ફાયર એનઓસી અને બીયુસી પરમિશન વિનાની તથા અન્ય ખામીઓ મળી આવે તેવી મિલકત સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા બે દિવસમાં દુકાનો, ટેક્સટાઈલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


બે દિવસમાં જ તાબડતોબ કાર્યવાહી

બે દિવસમાં જ તાબડતોબ કાર્યવાહી

સુરતમાં અગાઉ તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બની હતી. ત્યારે રાજકોટમાં પણ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થતાં ફરી એક વખત સુરતની ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. આવી ઘટના ફરી ન બને તે માટે શહેરના ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં તાબડતોબ કાર્વયાહી કરીને સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલ અંદાજે 12 જેટલી હોસ્પિટલોને સીલ કરી છે. આ ઉપરાંત વરાછા સવાણી એસ્ટેટમાં 15થી વધુ થિયેટરને સીલ કરવામાં આવ્યા છે.


ફાયરના સાધનો ન રાખતા કાર્યવાહી કરવામાં આવી

ફાયરના સાધનો ન રાખતા કાર્યવાહી કરવામાં આવી

ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી, બીયુસી તેમજ અન્ય ખામીઓ ધ્યાનમાં રાખીને આજે હોસ્પિટલો, થિયેટરો, દુકાનો પર કાર્યવાહી કરી હતી. મહાનગર પાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ન રાખવામાં આવતા આજે કાર્યવાહી કરવામાં આવી છે. હવે ફાયરસેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે જ આ મીલકતોના સીલ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ શહેરમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં એક સ્કુલને સીલ કરતા ભારે હોબાળો થયો છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top