BIG BREKING: ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ! 2030ની કોમનવેલ્થ અમદાવાદમાં યોજાશે

BIG BREKING: ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ! 2030ની કોમનવેલ્થ અમદાવાદમાં યોજાશે

11/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

BIG BREKING: ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ! 2030ની કોમનવેલ્થ અમદાવાદમાં યોજાશે

છેલ્લા કેટલાક મહિનાઓથી કોમવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમા યોજાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ એ સમયે પુષ્ટિ થઈ નહોતી કે કોમનવેલ્થ ગેમ્સ ક્યાં રમાશે. હવે કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન ક્યાં થશે તેની સત્તાવાર પુષ્ટિ કરી દેવામાં આવી છે. આ વૈશ્વિક રમતગમત મહોત્સવ હવે ગુજરાતના આંગણે રમાશે. આજે મળેલી જનરલ એસેમ્બલીએ અમદાવાદમો દરખાસ્તને લીલી ઝંડી આપી દીધી છે. આ અંગે ભાજપના નેતા મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી છે.

ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કોમેનવેલ્થ 2030ની યજમાનીના લીધે રાજ્યના નાના-ઉદ્યોગોને પણ મહત્ત્વ મળશે અને રોજગારીની તકો પણ ઉભી થશે. ગુજરાતના યુવાનોને મોટામાં મોટો લાભ મળશે. ગ્લાસમોમાં આ ગર્વીલી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું છે. કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે, જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે.કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્ત્વનું માનવામાં આવે છે.


હર્ષ સંઘવી અને સી.આર. પાટીલની પ્રતિક્રિયા

હર્ષ સંઘવી અને સી.આર. પાટીલની પ્રતિક્રિયા

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.’

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, આપણા દેશમાં કોમનવેલ્થ રમાય તે ખૂબ ગર્વની વાત છે. તમામ ભારતીય માટે ખૂબ ગર્વની વાત છે. આપણા ત્યાંના ખેલાડીઓને પણ તક મળશે. દેશ-દુનિયાના ખેલાડીઓ કેવી રીતે તૈયારીઓ કરે છે અને કેવી રીતે રમાય છે, તે દરેક લોકો આંખે જોઈ શકશે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આના સફળ આયોજન પછી ઓલિમ્પિક માટેનો આપણો દાવો વધુ મજબૂત થશે. ગુજરાત યજમાની કરવામાં ક્યારેય પાછળ રહેતું નથી. કોમેનવેલ્થ ગેમ ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે, તેવો મને વિશ્વાસ છે.


કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ

કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ

અમદાવાદને યજમાની મળતાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળતા એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે.

અત્યારસુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. એમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top