Video: અનુપમ ખેરની તસવીર, RBIનું ફુલ ફોર્મ 'Resol Bank of India', 1.60 કરોડની આ છેતરપિંડીથી બધા ચોંકી ગયા!
અમદાવાદમાં એક જ્વેલરીના વેપારીને બૉલિવુડ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher fake notes photo)નો ફોટો ધરાવતી નોટો આપીને રૂ. 1.60 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ રૂ. 1.30 કરોડની નકલી નોટો આપીને 2 કિલોથી વધુ સોનાની કથિત છેતરપિંડી કરી હતી. બાકીના 30 લાખ લેવાની જવાની વાત કહી ભાગી ગયો હતો. અનુપમ ખેરે પણ આ છેતરપિંડી અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, 500ની નોટ પર ગાંધીજીના ફોટાને બદલે મારો ફોટો? કંઇ પણ થઇ શકે છે.
सर जी आप तो रातो रात हिट हो गए @AnupamPKherअहमदाबाद में फर्जीवाड़े का खेल! 1.30 करोड़ रुपये- नोटों पर बापू की जगह अनुपम खेर की फोटो, pic.twitter.com/09JKRMR4Yt — TUSHAR DIVAKAR (@DivakarTushar) September 30, 2024
सर जी आप तो रातो रात हिट हो गए @AnupamPKherअहमदाबाद में फर्जीवाड़े का खेल! 1.30 करोड़ रुपये- नोटों पर बापू की जगह अनुपम खेर की फोटो, pic.twitter.com/09JKRMR4Yt
વીડિયોમાં 500 રૂપિયાની નોટ પર મહાત્મા ગાંધીની જગ્યાએ અનુપમ ખેરનો ચહેરો દેખાઇ રહ્યો છે. અમદાવાદ પોલીસે નકલી નોટો જપ્ત કરી છે. જેમાં નોટો પર 'રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા'ને બદલે 'Resol Bank of India' લખવામાં આવ્યું હતું. નકલી નોટોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ અંગે અમદાવાદની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદ સિટી પોલીસે જણાવ્યું કે અજાણ્યા લોકો સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં મેહુલ ઠક્કરની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 23 સપ્ટેમ્બરે છેતરપિંડી કરનારાઓએ કથિત રીતે ઠક્કરને કહ્યું હતું કે, તેઓ 2,100 ગ્રામ સોનું ખરીદવા માગે છે. નક્કી થયું હતું કે, 24 સપ્ટેમ્બરે નવરંગપુરા વિસ્તારમાં સી.જી. રોડ પર આવેલા એક ફર્મમાં સોના અને પૈસાની લેવડ-દેવડ થશે. ત્યારબાદ ઠક્કરે પોતાના સ્ટાફને સોના સાથે તે જગ્યાએ મોકલ્યો હતો. આરોપીઓ ત્યાં હાજર હતા.
ઠક્કરના કર્મચારીઓએ સોનું પહોંચાડ્યું અને આરોપીએ તેને પ્લાસ્ટિકનું કવર આપ્યું. આરોપીઓએ તેને કહ્યું કે આ કવરમાં 1.3 કરોડ રૂપિયા રોકડા છે અને તેઓ બાજુની દુકાનમાંથી બાકીની 30 લાખ રૂપિયા લેવા જઇ રહ્યા છે. જોકે, ઠક્કરના કર્મચારીઓએ પ્લાસ્ટિકનું કવર ખોલતાં અંદરથી નકલી નોટો મળી આવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ઇન્સ્પેક્ટર એ.એ.દેસાઇએ જણાવ્યું હતું કે, જે કુરિયર ફર્મ દ્વારા સોનાની ડિલિવરી થઇ, તે પણ નકલી હતી અને તેની પાસે કોઇ રજિસ્ટર્ડ રેન્ટ કરાર નહોતો. તેણે દુકાન ભાડે લીધી હતી અને ત્યાં કુરિયર ફર્મનું બનાવટી બોર્ડ લગાવ્યું હતું. છેતરપિંડી કરનારાઓએ મકાન માલિકને વચન આપ્યું હતું કે તેઓ એક-બે દિવસમાં રેન્ટ કરાર પર સહી કરશે. તેમણે જે ચલણી નોટો પહોંચાડી હતી તે નકલી હતી અને તેના પર અનુપમ ખેરની તસવીરો હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp