Israel vs Hamas ઇઝરાયેલની રેઇડથી ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તબાહી, ICUમાં દાખલ તમામ દર્દીઓ

Israel vs Hamas ઇઝરાયેલની રેઇડથી ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તબાહી, ICUમાં દાખલ તમામ દર્દીઓના મોત, 7000 ફસાયા!

11/18/2023 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

Israel vs Hamas ઇઝરાયેલની રેઇડથી ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તબાહી, ICUમાં દાખલ તમામ દર્દીઓ

Israel vs Hamas: ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ છે. ઇઝરાયેલની રેઇડ દરમિયાન ICUમાં દાખલ તમામ દર્દીઓના મોત થયા છે. આ અંગે હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલમિયાએ મીડિયાને જાણકારી આપી છે. સલમિયાએ કહ્યું કે ઈઝરાયેલના દરોડામાં એક જ રાતમાં 22 દર્દીઓના મોત થયા છે. ત્રણ દિવસમાં અલ શિફા હોસ્પિટલમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા છે. 7000 થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં ફસાયેલા છે. આમાં દર્દીઓ, તબીબી સ્ટાફ કર્મચારીઓ અને આશ્રય ગૃહોમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલ શા માટે હોસ્પિટલને નિશાન બનાવી રહ્યું છે, એની પાછળ પણ ચોકસ કારણ છે.


શા માટે ઇઝરાયેલ અલ શિફા પર હુમલાઓ કરી રહ્યું છે?

શા માટે ઇઝરાયેલ અલ શિફા પર હુમલાઓ કરી રહ્યું છે?

સામાન્ય રીતે યુદ્ધ દરમિયાન પણ હોસ્પિટલ્સ પર હુમલો કરવામાં આવતો નથી. તેમ છતાં ઇઝરાયેલ અલ શિફા હોસ્પિટલ પર લગાતાર હુમલાઓ કરી રહ્યું છે, એની પાછળ ચોક્કસ કારણ રહેલું છે. ઈઝરાયેલની સેના ગાઝાની અલ શિફા હોસ્પિટલને સતત નિશાન બનાવી રહી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ-IDFએ અલ શિફા હોસ્પિટલની નીચે એક ટનલ હોવાનો દાવો કર્યો છે. અલ શિફા ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે. ઈઝરાયેલના સૈનિકોએ અહીં કેટલાક કલાકો સુધી ઓપરેશન ચલાવ્યું હતું. IDFનું કહેવું છે કે અલ શિફા હોસ્પિટલ હમાસનું મુખ્ય મથક છે. ત્યાં હમાસનું કમાન્ડ સેન્ટર પણ આવેલું છે. હમાસના આતંકીઓ હોસ્પિટલના દર્દીઓની ઓથે આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.


અલ-શિફા હોસ્પિટલની અંદર હથિયારો મળ્યાનો દાવો

અલ-શિફા હોસ્પિટલની અંદર હથિયારો મળ્યાનો દાવો

ઈઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો અને હમાસની એક પિક-અપ ટ્રક મળી આવી છે. IDFએ દાવો કર્યો છે કે હમાસે અલ શિફા હોસ્પિટલમાં એકે-47, આરપીજી, ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટકોનો સંગ્રહ કર્યો હતો. જો કે ઈઝરાયલ આર્મીના આ દાવા પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અલ શિફા હોસ્પિટલનો જે ભાગ IDF ટનલ તરીકે બતાવી રહ્યું છે તે વાસ્તવમાં અલ શિફા હોસ્પિટલનું બંકર છે. ઈઝરાયેલ શરૂઆતથી જ કહી રહ્યું છે કે બંધકોને અલ શિફા હોસ્પિટલની સુરંગમાં કેદ કરાયા હોવાની શક્યતા છે. ઉપરાંત આતંકવાદી જૂથ હમાસના લડવૈયાઓ પણ અહીં છુપાયેલા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top