પાકિસ્તાન પર અમેરિકાની મોટી કાર્યવાહી, આ પ્રોજેક્ટ પર લગાવ્યો પ્રતિબંધ, શાહબાઝ સરકારને ઝટકો

પાકિસ્તાન પર અમેરિકાની મોટી કાર્યવાહી, આ પ્રોજેક્ટ પર લગાવ્યો પ્રતિબંધ, શાહબાઝ સરકારને ઝટકો

09/13/2024 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાન પર અમેરિકાની મોટી કાર્યવાહી, આ પ્રોજેક્ટ પર લગાવ્યો પ્રતિબંધ, શાહબાઝ સરકારને ઝટકો

અમેરિકાના વિદેશ મંત્રાલયે ગુરુવારે પાકિસ્તાન વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યું હતું કે પાકિસ્તાન સામે તેમનું કડક વલણ અકબંધ છે. અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટમાં મળતી ચીનની મદદ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે ચીની સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામના સપ્લાયમાં સામેલ હોવાનું કહેવામાં આવે છે. હાલમાં અમેરિકાના આ નિર્ણય પર પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અમેરિકી વિદેશ વિભાગે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ અને ટેક્નોલોજીના પ્રસારમાં સામેલ 5 ચીની કંપનીઓ અને એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અમેરિકી વિદેશ વિભાગે ઓર્ડર 13382 અનુસાર, બેઇજિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓટોમેશન ફોર મશીન બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી (RIAMB)ની ખાસ નિમણૂક કરવામાં આવી છે. આ કંપની સામૂહિક વિનાશના હથિયાર અને તેના વિતરણના સાધનો પર કામ કરે છે.


ચીની આ કંપનીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

ચીની આ કંપનીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે જણાવ્યું હતું કે RIAMBએ પાકિસ્તાનને શાહીન-3 અને અબાબિલ સિસ્ટમ સાથે સંબંધિત ઉપકરણોમાં મદદ કરી છે. અમેરિકાનું કહેવું છે કે આ કંપનીએ પાકિસ્તાના મિસાઈલ પ્રોજેક્ટ માટે રોકેટ મોટર્સના પરીક્ષણ માટેના સાધનો ખરીદવામાં પાકિસ્તાન સાથે કામ કર્યું છે. તેની સાથે ચીનની કંપનીઓ હુબેઈ હુઆચાંગડા ઈન્ટેલિજન્ટ ઈક્વિપમેન્ટ કંપની, યુનિવર્સલ એન્ટરપ્રાઈઝ અને શીઆન લોંગડે ટેક્નોલોજી ડેવલપમેન્ટ કંપનીની સાથે પાકિસ્તાન સ્થિત ઇનોવેટિવ ઇક્વિપમેન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં એક ચીની નાગરિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, આ વ્યક્તિ પર આરોપ છે કે, તેણે ચીનને ઉપકરણો પહોંચાડવામાં મદદ કરી છે.


અમેરિકાની કાર્યવાહી પર ચીને શું કહ્યું?

અમેરિકાની કાર્યવાહી પર ચીને શું કહ્યું?

અમેરિકાએ કહ્યું કે, પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ વિરુદ્ધ તેની કાર્યવાહી ચાલુ રહેશે, પછી ભલે તે દુનિયાના કોઈ પણ ખૂણેથી સંચાલિત થઇ રહી હોય. બીજી તરફ ચીને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા આ પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. અમેરિકામાં સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેંગ્યૂએ કહ્યું હતું,'ચીન આવા એકતરફી પ્રતિબંધોનો દૃઢતાથી વિરોધ કરે છે, આંતરરાષ્ટ્રીય કાયદા કે યુએસ સુરક્ષા પરિષદની સત્તામાં આવા પ્રતિબંધોનો કોઈ આધાર નથી. બીજિંગ હંમેશાં ચીની કંપનીઓ અને લોકોના હિતોનું દૃઢતાથી રક્ષણ કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top