અમિત શાહે જણાવ્યું- અત્યાર સુધી જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ FIR કેમ દાખલ કરવામાં નથી આવી?
Amit Shah on Justice Yashwant Varma cash at home row: દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઘરમાં કેશ કાંડથી ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી સુધી હાહાકાર મચી ગયો છે. આ કેશ કાંડના પડઘા સુપ્રીમ કોર્ટથી લઈને સંસદ સુધી સંભળાયા. સુપ્રીમ કોર્ટે યશવંત વર્મા વિરુદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. દરેકના મનમાં સવાલ એ છે કે જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી અસંખ્ય રોકડ મળી આવી છે, છતા FIR દાખલ કરવામાં કેમ વિલંબ થઇ રહ્યો? હવે જવાબ આવી ગયો છે. જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનેથી રોકડ વસૂલાતના મામલામાં કેન્દ્ર સરકાર તરફથી પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ અત્યાર સુધી FIR કેમ નોંધવામાં આવી નથી તેનું સાચું કારણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યું છે.
વાસ્તવમાં, ટાઇમ્સ નાઉ સમિટ 2025માં અમિત શાહે જસ્ટિસ યશવંત વર્મા કેશ સ્કેન્ડલ પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, CJIની પરવાનગી બાદ જ FIR નોંધી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે ન્યાયાધીશોની એક પેનલ આ કેસની તપાસ કરી રહી છે અને તેના રિપોર્ટની રાહ જોવી જોઈએ.
જસ્ટિસ વર્માના નિવાસસ્થાનેથી રોકડની મળવાના મામલા પર બોલતા અમિત શાહે કહ્યું કે, CJI સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ આ કેસની નોંધ લીધી અને તપાસ માટે ન્યાયાધીશોની એક સમિતિની રચના કરી. દિલ્હી પોલીસ અને ફાયર વિભાગ, સમિતિ દ્વારા માગવામાં આવેલા તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. ન્યાયાધીશોની સમિતિ આ કેસમાં નિર્ણય લેશે અને તેનો નિર્ણય જાહેર કરશે. સમિતિના રિપોર્ટની રાહ જોવી જોઈએ.
અગાઉ શુક્રવારે, ન્યાયાધીશ યશવંત વર્મા સામે ચાલી રહેલી તપાસ વચ્ચે, સુપ્રીમ કોર્ટે, ન્યાયાધીશના ઘરમાંથી રોકડ મળી આવ્યા બાદ તેમની વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે કહ્યું કે આ
મામલાની આંતરિક તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા સંજીવ ખન્ના પાસે ઘણા વિકલ્પો હશે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એક જાહેર હિતની અરજી પર હતી.
ખરેખર, જસ્ટિસ યશવંત વર્મા દિલ્હી હાઈકોર્ટના જજ છે. આ પહેલા તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના જજ હતા. 14 માર્ચના રોજ રાત્રે 11:35 વાગ્યે લુટિયન્સ દિલ્હીમાં જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને આગ લાગી હતી, જેના કારણે આ રોકડ રકમ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ફાયર અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું. ન્યાયાધીશના ઘરના સ્ટોર રૂમમાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. ત્યારબાદ ન્યાયિક ગલિયારામાં ખળભળાટ મચી ગયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp