આણંદમાં અમૂલના MD સોઢીની કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, ઈજા પહોંચતા ખસેડાયા હોસ્પિટલ

આણંદમાં અમૂલના MD સોઢીની કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, ઈજા પહોંચતા ખસેડાયા હોસ્પિટલ

06/23/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આણંદમાં અમૂલના MD સોઢીની કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, ઈજા પહોંચતા ખસેડાયા હોસ્પિટલ

ગુજરાતના (Gujarat) આણંદમાં (Anand) બાકરોલ રોડ નજીક અમૂલના MD આર.એસ.સોઢીની કારનો અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, આર.એસ.સોઢી કાર લઇને જઇ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના બાકરોલ રોડ પર તેઓની કારનું ટાયર ફાટ્યું હતું. જેના લીધે આર.એસ.સોઢી ઈજાગ્રસ્ત થતાં તેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં આર.એસ.સોઢીની સાથે એક્ટિવા ચાલક પણ ઈજાગ્રસ્ત બન્યાની ચર્ચા થઇ રહી છે.


સોઢી અને તેમના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઇ હતી :

વધુમાં જણાવી દઇએ કે, આ અકસ્માતમાં અમૂલના MD આર.એસ.સોઢી અને તેમના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે આણંદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. GCMMFના ચીફ ઓપરેટિંગ ઓફિસર જયેન મહેતાએ આ અંગે એક ખાનગી ન્યુઝપેપરને જણાવ્યું હતું કે, મિ. સોઢી અને તેમના કાર ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ તેઓ સુરક્ષિત છે.'


ઘટનાની જાણ થતા જ કંપનીના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા :

આ કાર અકસ્માતમાં ટુ-વ્હીલરચાલકને પણ સામાન્ય ઈજાઓ થઇ હોવાનું જણાઇ રહ્યું છે. આથી તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે, અમૂલના MDની કારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતા જ કંપનીના સિનિયર અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top