મોડી રાતે અકસ્માત : રેલવે ક્રોસિંગનો ફાટક ખુલ્લો રહી ગયો અને ગુડ્સ ટ્રેન અને ટ્રક ધડાકાભેર અથડા

મોડી રાતે અકસ્માત : રેલવે ક્રોસિંગનો ફાટક ખુલ્લો રહી ગયો અને ગુડ્સ ટ્રેન અને ટ્રક ધડાકાભેર અથડાયા! સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે...

04/06/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મોડી રાતે અકસ્માત : રેલવે ક્રોસિંગનો ફાટક ખુલ્લો રહી ગયો અને ગુડ્સ ટ્રેન અને ટ્રક ધડાકાભેર અથડા

ભરૂચના દયાદરા નજીક ગઈકાલે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. દયાદરાના રેલવે ક્રોસિંગ પાસે ફાટક ઉઘાડું જ રહી જતા ટ્રક અને ગુડ્સ ટ્રેન ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત પછી સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને ઘટના પછીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ દુર્ઘટના પાછળ જવાબદાર કોણ, એ પ્રશ્ને હવે ચર્ચા ચાલુ થઇ છે.


ફરજ પર હાજર ફાટકમેને કહ્યું કે...

ફરજ પર હાજર ફાટકમેને કહ્યું કે...

ગઈકાલે મોડી રાત્રે એક ટ્રક ભરૂચના દયાદરાવાળા રસ્તે જઈ રહ્યો હતો. આ દરમિયાન રેલવે ફાટક ઉઘાડું જ હોવાથી ટ્રક ડ્રાઈવરને ટ્રેન આવતી હોવાનો અંદાજ નહોતો આવ્યો. પણ બરાબર એ જ સમયે એક ગુડ્સ ટ્રેન ફાટક પાસેથી પસાર થઇ રહી હતી. પરિણામ સ્વરૂપ ટ્રક અને ગુડ્સ ટ્રેન વચ્ચે અથડામણ થઇ હતી. સદનસીબે આ અથડામણમાં કોઈ જાનહાની નહોતી થઇ, પરંતુ અથડામણ એવી જોરમાં થઇ હતી કે ટ્રકની સાથે સાથે ગુડ્સ ટ્રેનના એન્જીનને પણ નુકસાન થયું હતું. અકસ્માતને કારણે થયેલા અવાજને કારણે સ્થાનિક લોકો અકસ્માત સ્થળે ટોળે વળી ગયા હતા.

અકસ્માત સમયે ફરજ પર હાજર ફાટક મેને પોતાના ઉપરીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. ફાટક મેનના કહેવા મુજબ ઉપરીઓ તરફથી ગુડ્સ ટ્રેન આવી રહી હોવા અંગે કોઈ જ પ્રકારની સૂચના આપવામાં આવી નહોતી. આથી એણે ફાટક બંધ કર્યું નહોતું. જેને પરિણામે ટ્રક અને ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો.


સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે...

સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે...

જો કે અકસ્માત સ્થળે હાજર સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો હતો કે સદરહુ ફાટક મેન ગઈ રાત્રે દારૂના નશામાં હતો. અને નશાની હાલતમાં તે ફાટક ઓપરેટ કરવાને બદલે ઉંઘી ગયો હતો. પરિણામે ગુડ્સ ટ્રેન આવતા પહેલા ફાટક બંધ કરવાનું ચૂકાઈ ગયું હતું. આખી ઘટના મામલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. લોકોનું કહેવું હતું કે સદનસીબે ટ્રક સાથે અકસ્માત થયો, બાકી કોઈ પેસેન્જર વાહન સાથે અકસ્માત થયો હોટ, તો મોટી જાનહાની થઇ હોત!

બરાબર પાંચ વર્ષ પહેલા, 2017ની 31મી ડિસેમ્બરની રાત્રે આવી જ એક ઘટના બહુ ગમખ્વાર નીવડી હતી. એ સમયે આ ફાટક પર કોઈ ફાટક મેન મૂકાયો નહોતો. એ મોડી રાત્રે કુરાન પઢવા માટે ઉમરાજ ગામે ગયેલા દયાદરા દારુલ ઉલુમના વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા હતા. એ સમયે માનવ રહિત ફાટક પાસે ટ્રેન સાથે અકસ્માત સર્જાતા પાંચ બાળકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય છ ને ઇજા થઇ હતી. એ ઘટના બાદ રેલવે તંત્રે આ ફાટક પર ફાટક મેન મુકવાનું નક્કી કર્યું હતું. પણ ગઈકાલે આ ફાટક મેનની જ ફરજ ચૂકને કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top