સુરતમાં તથ્યકાંડ જેવી ઘટના..’ બેફામ કારે સર્જ્યો અકસ્માત..! એક બાળક સહિત 3 લોકોના મોત તો એક ગર્

સુરતમાં તથ્યકાંડ જેવી ઘટના..’ બેફામ કારે સર્જ્યો અકસ્માત..! એક બાળક સહિત 3 લોકોના મોત તો એક ગર્ભવતિ..

06/08/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં તથ્યકાંડ જેવી ઘટના..’ બેફામ કારે સર્જ્યો અકસ્માત..! એક બાળક સહિત 3 લોકોના મોત તો એક ગર્

ગુજરાતમાં હવે કાર ચલાવનારા બેફામ બન્યા છે. તેને કારણે રસ્તા પર લોકોનું ઉભા રહેવું કે બેસવું પણ જોખમી બન્યું છે. સુરતમાં ગત રાત્રે 11.30 વાગ્યે વેલંજા વિસ્તારમાં રિંગ રોડ પર હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં સાઈડમાં બેઠેલા 7 લોકોને ઉડાડ્યા હતા. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે હોન્ડા સિટીના ચાલકને પોલીસે ઝડપી લીધો છે. પરંતું સુરતના આ અકસ્માતે લોકોને અમદાવાદના તથ્યકાંડની યાદ અપાવી દીધી.


મૃતકોમાં બે યુવકો અને એક માસુમ બાળક

મૃતકોમાં બે યુવકો અને એક માસુમ બાળક

સુરતના મોટાવરાછા રિંગરોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ઉડાડ્યા હતા. પરિવાર રાત્રિના સમયે રસ્તાની સાઈડમાં બેસ્યો હતો, ત્યારે જ હોન્ડા સિટી કારે તેમને અડફેટે લીધા હતા. જેમાં 3 લોકોનું મોત નીપજ્યું હતું અને ચાર લોકોને ઈજા પહોંચી હતી. તો ચાર ઘાયલ પૈકી એકની હાલત ગંભીર છે. મૃતકોમાં બે યુવકો અને એક માસુમ બાળક છે.


જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી

જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી

અકસ્માતમાં 6 વર્ષના વિયાન વાઘાણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા દેવેશભાઈ વાઘાણીનું પણ પુત્રના મોતના 11 કલાકમાં મોત નીપજ્યું છે, જ્યારે દેવેશભાઈની પ્રેગ્નન્ટ સાળી હાલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. કાળ બનીને આવેલી હોન્ડા સિટીએ આ પરિવારને ઉડાડતાં જ ક્ષણભરમાં પરિવાર વેરવિખેર થઈ ગયો. 6 વર્ષીય વિયાન વાઘાણી, તેમના પિતા દેવેશ વાઘાણી અને 29 વર્ષીય સંકેત વાવાડિયાનું મોત નિપજ્યું છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


ઉતરાણ પોલીસે આરોપી ધરપકડ કરી

ઉતરાણ પોલીસે આરોપી ધરપકડ કરી

આ અકસ્માત બાદ ઉતરાણ પોલીસે ચાલક જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી સુરતમાં દરજીકામ કરે છે અને મૂળ વલ્લભીપુરના રાજપરા ગામનો વતની છે. તે અમદાવાદથી સુરત જઈ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તાની સાઈડમા ઉભેલા 7 લોકોને અડફેટે લીધા હતા. ઉતરાણ પોલીસ દ્વારા અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપી જિજ્ઞેશ ગોહિલે પોતાને ઝોકું આવી જતા અકસ્માત થયું હોવાનું રટણ કર્યું હતું.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top