અનંત અંબાણી અને રાધિકા મર્ચટનો લગ્ન સમારોહ પ્રી-વેડિંગ કરતાં પણ હશે વધારે ભવ્ય, તૈયારીઓ થઇ ગઈ છ

અનંત અંબાણી અને રાધિકા મર્ચટનો લગ્ન સમારોહ પ્રી-વેડિંગ કરતાં પણ હશે વધારે ભવ્ય, તૈયારીઓ થઇ ગઈ છે શરૂ જાણો અપડેટ

04/23/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અનંત અંબાણી અને રાધિકા મર્ચટનો લગ્ન સમારોહ પ્રી-વેડિંગ કરતાં પણ હશે વધારે ભવ્ય, તૈયારીઓ થઇ ગઈ છ

દેશનો સૌથી ધનાઢ્ય અંબાણી પરિવાર જે તાજેતરમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગર ખાતે યોજાયેલા પ્રી-વેડિંગ ફંકશનને કારણે ખુબ ચર્ચામાં હતો. આ પ્રી-વેડિંગ ફંક્શને વિશ્વભરમાં હેડલાઈન બનાવી હતી. ભવ્ય સમારોહમાં વિશ્વભરમાંથી પ્રખ્યાત હસ્તીઓ ગુજરાતના જામનગર ખાતે પધારી હતી. અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં ઘણા મોટા સ્ટાર્સે પરફોર્મ પણ કર્યું હતું. ત્યારે હવે અનંત અંબાણી જુલાઈમાં રાધિકા સાથે લગ્ન કરવાના છે, જેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.


નીતા અંબાણી પોતે આ ફંક્શનની દરેક બાબતો પર નજર રાખી રહ્યા છે

નીતા અંબાણી પોતે આ ફંક્શનની દરેક બાબતો પર નજર રાખી રહ્યા છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શન પ્રી-વેડિંગ કરતા પણ ભવ્ય હશે. એક અહેવાલ મુજબ બંનેના લગ્નનું ફંક્શન લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં આયોજિત થવા જઈ રહ્યું છે. સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નીતા અંબાણી પોતે આ ફંક્શનની દરેક બાબતો પર નજર રાખી રહ્યા છે. અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ ખુબ જોરશોરથી ચાલી રહી છે. લગ્ન સમારોહ માટે ઘણા બોલિવૂડ સ્ટાર્સને આમંત્રણ મોકલવામાં આવ્યા છે, જેથી તેઓ તેમના ભાવિ શેડ્યૂલ અનુસાર યોજના બનાવી શકે. તે જ સમયે, લગ્નના કાર્ડને લઈને પણ ખાસ માહિતી બહાર આવી રહી છે. જે રીતે પ્રિ-વેડિંગ ફંક્શન માટે 9 પેજનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, તે જ રીતે લગ્નના ફંક્શન માટે પણ એક વિશેષ આમંત્રણ મોકલવામાં આવશે.


લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં યોજાનાર આ વેડિંગ ફંક્શનની થીમ પર હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જો લગ્નના ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો તેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, કેટરીના કૈફ સહિત ઘણા મોટા સ્ટાર્સના નામ સામેલ છે. વેડિંગ ફંક્શન વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, લંડનમાં આયોજિત થનાર ફંક્શન પ્રી-વેડિંગ કરતા પણ વધુ ભવ્ય અને મોટા સ્તર પર હશે.


સ્ટોક પાર્ક એસ્ટેટની ભવ્યતા

સ્ટોક પાર્ક એસ્ટેટની ભવ્યતા

લંડન સ્થિત સ્ટોક પાર્ક એસ્ટેટની વાત કરીએ તો આ એસ્ટેટ 300 એકરમાં પથરાયેલું છે. અહીં સુંદર અને શિલ્પાકૃતિઓ તેમજ તળાવો પણ આવેલા છે. એટલું જ નહીં અહીં ઐતિહાસિક ગાર્ડન પણ છે. આ આ એસ્ટેટને ફાઈવ સ્ટાર હોટલમાં ફેરવ દેવાયું છે. અહીં 49 લક્ઝુરીયસ રૂમ આવેલા છે. તમામ રૂમમાં માર્બલના બાથરૂમ્સ છે. હોટલમાં ત્રણ હાઈ-એન્ડ રેસ્ટોરન્ટ પણ છે. 4000 સ્ક્વેર ફુટમાં પથરાયેલું જીમ અને ફિટનેસ દિગ્ગજ સ્પોર્ટ્સ હસ્તીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. ઇનડોર સ્વિમીગ પૂલ, 13 મલ્ટિ સરફેસ ટેનિસ કોર્ટ તેમ જ 27 હોલ્સ ધરાવતા ગોલ્ફ કોર્સ પણ છે. ઘણા ઓછા લોકો જાણે છે કે 1581માં આ એસ્ટેટ ઇંગ્લેન્ડની રાણીનું નિવાસસ્થાન હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top