અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, છાકટા કાર ચાલકે 6-7 વાહનોને મારી ટક્કર!

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, છાકટા કાર ચાલકે 6-7 વાહનોને મારી ટક્કર!

02/10/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, છાકટા કાર ચાલકે 6-7 વાહનોને મારી ટક્કર!

Hit and Run Case: ગુજરાતમાં સતત હિટ એન્ડ રન કેસની ઘટના સામે આવી રહી છે. હાલમાં જ શુક્રવારે સુરતના વાલક બ્રિજ પર એક નબીરાએ 130ની સ્પીડે દોડતી કારે ડિવાઈડર કૂદાવીને સામેના રોડ પર જતા 5 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં બાઈક સવાર 2 ભાઈઓના મોત થઇ ગયા હતા અને 4 લોકોને ઇજા પહોચી હતી. જો કે, પોલીસે આ કાર ચાલકની રેલવે સ્ટેશન પાસેથી નાટ્યાત્મક ઢબે ધરપકડ કરી હતી. હવે અમદાવાદથી પણ આવી ઘટના સામે આવી છે.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદના મેમનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાર ચાલકે 6-7 વાહનોને અડફેટે લઇ લીધા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં 5-7 લોકોને પણ અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા. એક વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અન્ય 2 લોકોની હાલત પણ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિકોનો આરોપ છે કે, આરોપી નશાની હાલતમાં હતો. પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે, આરોપીની કારમાં દારૂની બોટલ હતી.


સુરતની ઘટનાની વાત કરીએ તો આંતર રિંગ રોડના વાલક પાટીયા પાસે તાપી બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. 130ની ગતિએ દોડતી કારે ડિવાઇડર કુદાવીને સામેના રોડ પર જતા 5 વાહનોને ટક્કર મારી દીધી હતી, જેમાં બાઈક પર જતા 2 ભાઈઓના મોત થઇ ગયા હતા, જ્યારે અન્ય 4 લોકોને ઇજા થઇ હતી.

પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક કીર્તન દાખારા સામે મનુષ્ય વધનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે રેલવે સ્ટેશન પાસેથી કીર્તનની ધરપકડ કરી હતી. કારમાં પાછળ બેઠા એક યુવક અને યુવતીની પોલીસ શોધ કરી રહી છે. જો કે, ઘટનાસ્થળ પરથી ઝડપાયેલા જેમિશ નામના યુવકની પુછપરછમાં સામે આવ્યું હતું કે 7 ફેબ્રુઆરીએ એક યુવતી અને 7 યુવકોએ એક ફાર્મ હાઉસમાં દારુ પાર્ટી કરી હતી. દારુ પાર્ટી કર્યા બાદ યુવતીની ગાડી બગડી જતા નબીરા અને 2 યુવકો યુવતીને ઘરે મુકવા જતા હતા ત્યારે આ અકસ્માત સર્જ્યો હતો. કિર્તન અકસ્માત બાદ વરાછા ગાર્ડન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં ભટકી રહ્યો હતો. આ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top