ગુજરાતમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, મોડી રાત્રે કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા
Rajkot Hit and Run Case: ગુજરાતમાં નશેડીઓનો તરખાટ વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ વડોદરામાં એક નશેડીએ ૩ ટૂ-વ્હીલર્સને અડફેટે લઇ લીધા હતા, જેમાં એક મહિલાઓ મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું, જ્યારે 6 લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી. તો ગાંધીનગર અને દમણમાં પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. હવે ગુજરાતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
રવિવારે રાત્રે રાજકોટમાં માવડી મુખ્ય રોડ ઉપર કાળભૈરવ મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના નબીરાએ નશાની હાલતમાં 3 લોકોને અડફેટે લઇ લીધા હતા. જેથી આ બધાને ઇજાઓ પહોંચતી હતી. આ તમામને સારવાર માટે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં, જેમાં વૃદ્વ પ્રફુલ ઉનડકરનું સારવાર દરમિયાન મોત થઇ ગયું છે અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતને કારણે 12 વર્ષીય છોકરીને માથામાં હેમરેજ થયું છે.
અગાઉની ઘટનાઓની જેમ આ નબીરા પણ નશાની હાલતમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી તેની પુષ્ટિ થઇ શકી નથી.આરોપી અકસ્માત દરમિયાન 100-120ની સ્પીડે પોતાની ગાડી ચલાવી રહ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પાછળ 2 યુવતી પણ બેઠી હતી, પરંતુ અકસ્માત સર્જાયો એટલે બંને યુવતીઓ ત્યાંથી ભાગી છૂટી હતી.
જો આ યુવક નશામાં ન હોય તો પછી કાર આટલી સ્પીડમાં કેમ ચલાવી રહ્યો હતો? અને પાછળ બેઠી છોકરીઓ કોણ હતી? એ સવાલનો વિષય છે. આમ તો માલવિયનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી રહી છે. હવે પોલીસ તપાસ અને આરોપીઓની પુછપરછમાં શું સામે આવે છે એ જોવાનું રહેશે. થોડા દિવસ અગાઉ પણ રાજકોટમાં સિદ્ધરાજસિંહ જાડેજાનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું હતું.
રાજકોટમાં જ ધોરાજી બાયપાસ પાસે કાર ચાલકે મોટો અકસ્માત સર્જ્યો છે. કાર ચાલકે બાઈક પર સવાર ત્રણ લોકોને અડફેટે લઇ લીધા હતી. અકસ્માતમાં બાઈક પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલી કારેનો છે, જેણે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક અકસ્માત સર્જી જે ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ હૉટલ પર કાર પાર્ક કરી ફરાર થઈ ગયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp