ચૂંટણી પ્રચાર વચ્ચે મુશ્કેલીમાં ફસાઇ વિનેશ ફોગાટ, NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ

ચૂંટણી પ્રચાર વચ્ચે મુશ્કેલીમાં ફસાઇ વિનેશ ફોગાટ, NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ

09/26/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ચૂંટણી પ્રચાર વચ્ચે મુશ્કેલીમાં ફસાઇ વિનેશ ફોગાટ, NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ

પૂર્વ ભારતીય મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટ હાલમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીમાં વ્યસ્ત છે. વિનેશે પેરિસ ઓલિમ્પિક 2024 બાદ કુશ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. નિવૃત્તિ બાદ, તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ અને ચૂંટણી લડવાની તૈયારીઓમાં લાગી ગઇ. આ તૈયારીઓ વચ્ચે બુધવારે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા વિનેશને નોટિસ આપવામાં આવી હતી. વિનેશ પાસે 14 દિવસમાં નોટિસનો જવાબ માગવામાં આવ્યો છે.


વિનેશ પણ આ પૂલનો હિસ્સો

વિનેશ પણ આ પૂલનો હિસ્સો

તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્દભવી રહ્યો હશે કે વિનેશ ફોગટે કુશ્તી છોડી દીધી છે, તો પછી તેને ડોપ ટેસ્ટ આપવાની જરૂરિયાત કેમ છે? તો અમે તમને જણાવી દઈએ કે NADAના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP)માં નોંધાયેલા તમામ એથ્લિટ્સે ડોપ ટેસ્ટ માટે તેમની ઉપસ્થિતિની વિગતો આપવી જરૂરી છે. વિનેશ પણ આ પૂલનો હિસ્સો છે. ડોપિંગ ટેસ્ટ માટે આપેલી વિગતોમાં દર્શાવેલ જગ્યાએ રમતવીર હાજર ન હોય તો તેના રહેઠાણ વિશે માહિતી આપવામાં નિષ્ફળતા ગણવામાં આવે છે. 9 સપ્ટેમ્બરે વિનેશ સોનીપતના ખરૌડા ગામમાં તેના ઘરે ડોપ ટેસ્ટ માટે હાજર નહોતી.


NADAની નોટિસમાં કહેવામાં શું આવ્યું છે

NADAની નોટિસમાં કહેવામાં શું આવ્યું છે

NADAની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "તમને એક ઔપચારિક નોટિસ જાહેર કરવામાં આવે છે જેમાં તમને ડોપિંગ વિરોધી નિયમો હેઠળ સ્થળની માહિતીની આવશ્યકતાઓનું પાલન કરવામાં તમારી સ્પષ્ટ નિષ્ફળતાની જાણ કરવામાં આવે છે. આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવે તે અગાઉ, તમને આ અંગે સ્પષ્ટતા આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.  તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, એક ડોપ કંટ્રોલ ઓફિસરને તમારી તપાસ માટે તે સમયે ટેસ્ટ કરવા માટે એ સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. જો કે, અધિકારી તમને ટેસ્ટ માટે શોધવામાં નિષ્ફળ ગયા કારણ કે તમે ત્યાં હાજર નહોતા."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top