મેડ ઇન ઈન્ડિયા iPhoneની ભારે ડિમાન્ડ, એપ્રિલ અને મેમાં જ આટલા કરોડ રૂપિયાના iPhone થયા એક્સપોર્

મેડ ઇન ઈન્ડિયા iPhoneની ભારે ડિમાન્ડ, એપ્રિલ અને મેમાં જ આટલા કરોડ રૂપિયાના iPhone થયા એક્સપોર્ટ

06/12/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

મેડ ઇન ઈન્ડિયા iPhoneની ભારે ડિમાન્ડ, એપ્રિલ અને મેમાં જ આટલા કરોડ રૂપિયાના iPhone થયા એક્સપોર્

ભારતમાં બનેલા iPhoneની દુનિયાભરમાં શાનદાર ડિમાન્ડ છે. Appleએ એપ્રિલ અને મે મહિનામાં ભારતના લગભગ 2 બિલિયન ડોલર એટલે કે લગભગ 16,500 કરોડ રૂપિયાના મેડ ઇન ઈન્ડિયા iPhone એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના પ્રોડક્શન લિંક્ડ ઇન્સેટિવ (PLI) સ્કીમના કારણે ભારતમાં Apple iPhoneન મેન્યૂફેક્ચરિંગને બૂસ્ટ મળ્યું છે. જેના કારણે આ નાણાકીય વર્ષમાં Appleએ ભારે માત્રામાં ભારતમાં બનેલા iPhone અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા છે.


Fixconn છે લીડિંગ મેન્યૂફેક્ચરર:

Fixconn છે લીડિંગ મેન્યૂફેક્ચરર:

ઇન્ડસ્ટ્રી ડેટા મુજબ ભારતમાં એસેમ્બલ થનાર iPhoneમાંથી લગભગ 80 ટકા iPhone એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં Appleની મુખ્ય સપ્લાયર Foxconn છે. એ સિવાય અન્ય 3 કંપનીઓ ભારતમાં Appleના iPhone બનાવે છે. માત્ર Foxconn જ ભારતમાં બનનારા iPhoneના 65 ટકા એસેમ્બલ કરે છે. ગયા વર્ષથી જ Appleએ ભારતમાં iPhone મેન્યૂફેક્ચરિંગને અપ્સકેલ કર્યું છે એટલે કે વધાર્યું છે. ગત નાણાકીય વર્ષમાં પણ Appleએ ભારતમાં 14 બિલિયન ડોલર એટલે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયાના iPhone એસેમ્બલ કર્યા હતા. આ iPhoneની માર્કેટ વેલ્યૂ 22 બિલિયન ડોલર એટલે કે લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા છે. ચીન બાદ ભારત Apple માટે સૌથી મોટું મેન્યૂફેક્ચરિંગ હબ બનીને નીકળ્યો છે.


દર 7માંથી 1 iPhone ભારતમાં બની રહ્યા છે:

દર 7માંથી 1 iPhone ભારતમાં બની રહ્યા છે:

ગત દિવસોમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આખી દુનિયામાં વેચાતા 7માંથી 1 iPhone ભારતમાં બનાવવામાં આવી રહ્યો છે. ભારત હવે Apple માટે મુખ્ય ગ્લોબલ સપ્લાયર બનીને ઊભરી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે, ભારતમાં Appleના પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ હવે રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. iPhone સિવાય Appleના અન્ય ડિવાઇસિસ પણ ભારતમાં બનાવાઇ રહ્યા છે. Apple સિવાય ભારતમાં પોતાની રિટેલ ચેનને પણ એક્સપેન્ડ કરી રહી છે. ગયા વર્ષે Appleએ ભારતમાં પોતાનું પહેલું ઓફલાઈને સ્ટોર ઓપન કર્યું હતું. હવે કંપની ભારતમાં બીજું કોઈ ઓફ લાઇન સ્ટોર ઓપન કરવાની તૈયારીમાં છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top