Asia Cup 2023 : આંકડાઓમાં ભારે છે પાકિસ્તાનનું પલડું, પાકિસ્તાની ટીમથી જીતવું ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ, જાણો!
ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ 2023નું મહામુકાબલો આજે શ્રીલંકાના પલ્લેકેલમાં રમાશે. વનડે ફોર્મેટમાં બન્ને ટીમોની ટક્કર ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ થશે. દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધોના ટૂટ્યા બાદ ભારત પાકિસ્તાનની ટીમો એશિયા કપ અને વર્લ્ડ કપમાં એક બીજા સાથે ટક્કર આપે છે.
એવામાં વર્ષ 2019ના વિશ્વ કપ વખતે મેચમાં માન્ચેસ્ટકમાં બન્નેની ટક્કર થઈ હતી અને વરસાદ પણ આવ્યો હતો. તે મેચમાં બાજી ભારતે મારી હતી. એવામાં પલ્લેકેલમાં પણ વરસાદની આશંકા છે. સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે વરસાદ આ મહામુકાબલા પર પાણી ફેરવી શકે છે.
બન્ને ટીમો બરાબરી પર જોવા મળી રહી છે. બન્નેનું ફોર્મ શાનદાર છે. એવામાં જો વરસાદની આશંકાની વચ્ચે મેચ સંભવ બની શકે તો બન્નેની વચ્ચે આ વખત કાંટાની ટક્કર જોવા મળશે. પાકિસ્તાન પોતાની બેટિંગની સાથે શાનદાર બોલિંગનો પણ દાવો કરી રહ્યું છે.
ત્યાં જ ભારતીય ટીમ પોતાના બેટ્સમેનના દમ પર મેદાન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. એવામાં આવો જાણઈએ કે જુના રેકોર્ડ કઈ ટીમની સાથે છે અને કોની જીતની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.
ભારત પાકિસ્તાનની વચ્ચે અત્યાર સુધી કુલ 132 વનડે મેચ રમાઈ છે. તેમાંથી 55માં ટીમ ઈન્ડિયાને 73માં પાકિસ્તાનને જીત મળી છે. તેમાંથી 4 મેચ કોઈ પરિણામ વગર સમાપ્ત થઈ. વર્ષ 2000થી પહેલા પાકિસ્તાની ટીમથી જીતવું ટીમ ઈન્ડિયા માટે થોડુ મુશ્કેલ માનવામાં આવતું હતું પરંતુ 2000 બાદથી આંકડા સંપૂર્ણ રીતે બદલાઈ ગયા. બન્નેની વચ્ચે મેચ પણ ઓછી રમાઈ. પરંતુ ભારતીય ટીમનો દબદબો વધતો ગયો. વર્ષ 2000થી 2023 સુધી ભારત પાકની વચ્ચે કુલ 35 વનડે મેચ રમાઈ હતી. જેમાંથી 18માં ટીમ ઈન્ડિયા અને 13માં પાકિસ્તાન વિજયી રહ્યું જ્યારે 4 મેચ કોઈ પરિણામ વગરજ સમાપ્ત થઈ ગઈ.
એશિયા કપ ઈતિહાસમાં વનડે ફોર્મેટમાં બન્નેની વચ્ચે થયેલી મેચના આંકડા પર નજર કરીએ તો મુકાબલો બરાબરીનો છે. બન્નેની વચ્ચે એશિયા કપમાં રમાયેલી 13 મેચોમાંથી 7માં ટીમ ઈન્ડિયા અને 5માં પાકિસ્તાનની ટીમ વિજયી રહી છે. એક મેચનું કોઈ પરિણામ નથી આવ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp