અંધાધૂંધ ગોળીબાર! અમેરિકામાં વધુ એક ઘટનાએ 8 લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત : ફ્લોરિડાની ઘટના

અંધાધૂંધ ગોળીબાર! અમેરિકામાં વધુ એક ઘટનાએ 8 લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત : ફ્લોરિડાની ઘટના

01/17/2023 World

SidhiKhabar

SidhiKhabar

અંધાધૂંધ ગોળીબાર! અમેરિકામાં વધુ એક ઘટનાએ 8 લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત : ફ્લોરિડાની ઘટના

વર્લ્ડ ડેસ્ક : અમેરિકામાં વીસમી સદી દરમિયાન થી ગયેલા સમાજસુધારક અને ચળવળકાર તરીકે માર્ટિન લ્યુથર કિંગનું નામ મોખરે મૂકાય છે. ખાસ કરીને કાળા લોકોના હક માટે જાગૃતિ ફેલાવવામાં તેમણે મોટું કામ કર્યું. માર્ટિન લ્યુથર કિંગ દિવસની ઉજવણી માટે ફોર્ટ પિયર્સના એલોઈસ એલિસ પાર્કમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમાં લાઇવ મ્યુઝિક, બાળકોની રમતો અને સ્થાનિક કાર શો દર્શાવવામાં આવી રહ્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન અચાનક શૂટ આઉટની ઘટના બની હતી. જેનાથી સ્થળ પર મોટી સંખ્યામાં હાજર લોકોમાં ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો


8ને ગંભીર ઇજા

8ને ગંભીર ઇજા

ફ્લોરિડાના ફોર્ટ પિયર્સમાં માર્ટિન લ્યુથર કિંગ ડેની ઉજવણીમાં થયેલા ગોળીબાર થયો હતો. આ ઘટનામાં આઠ જેટવા લોકો ઇજાગ્રસ્ત થયા છે. સર્વોચ્ચ કાયદા પ્રવર્તન અધિકારી તરીકે કામ કરતા શેરિફના કાર્યાલય દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. સેન્ટ લ્યુસી કાઉન્ટીના ડેપ્યુટી ચીફ બ્રાયને કહ્યું, “ગોળી વાગી ત્યારે અરાજકતા ફેલાઇ ગઇ હતી. આ સમયે એક હજારથી વધુ લોકો સમારોહમાં હાજર હતા. ગોળીનો અવાજ સંભળાતાની સાથે જ લોકો ચારે દિશામાં દોડી રહ્યા હતા. કેટલાક લોકો પોતાને બચાવવા માટે કારની પાછળ છુપાઈ ગયા હતા.” પોલીસે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.


જો કે આ ઘટના બાદ કોઈના મોત અંગે કોઈ માહિતી મળી નથી.માર્ટિન લ્યુથર કિંગ દિવસની ઉજવણી માટે ફોર્ટ પિયર્સના એલોઈસ એલિસ પાર્કમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમાં લાઇવ મ્યુઝિક, બાળકોની રમતો અને સ્થાનિક કાર શો દર્શાવવામાં આવી રહ્યા હતા. જે દરિમાયાન આ ઘટના બની હતી. ત્યારે ઘટના મામલે અહીંના અધિકારીઓએ જણાવ્યું કે, ઇજાગ્રસ્તોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ લખાય છે ત્યારે 17 વર્ષની એક યુવતી અને તેના બાળકના મૃત્યુના સમાચાર પણ આવી રહ્યા છે.


આ કલ્ચર હજી કેટલાનો ભોગ લેશે?

આ કલ્ચર હજી કેટલાનો ભોગ લેશે?

અમેરિકાને એનું ગન કલ્ચર ભારે પડી રહ્યું છે. થોડા થોડા દિવસે અમેરિકાથી પબ્લિક શૂટ આઉટની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં મોટા ભાગે કોઈ માથા ફરેલ શખ્સે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં સંખ્યાબંધ લોકોના મોતના સમાચાર આવતા રહે છે. કરુણતા એ છે કે આ પ્રકારની ઘટનાઓમાં ભોગ બનેલા લોકો મોટા ભાગે નિર્દોષ હોય છે, અને પેલા માથા ફરેલ શખ્સ સાથે એમને સ્નાનસૂતક પૂરતો ય સંબંધ નથી હોતો! અનેક વખત આવી શૂટ આઉટની ઘટનાઓ શાળા પરિસર અને કોલેજ જેવા શૈક્ષણિક સ્થળોએ ઘટી છે, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ભોગ લેવાયો છે. અમેરિકાની પ્રજાનો બહોળો વર્ગ હવે એવુ ઈચ્છતો થયો છે કે અમેરિકન ગન કલ્ચર પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. પરંતુ અમેરિકામાં શસ્ત્ર ઉત્પાદન કરતી કંપનીઝની અત્યંત પાવરફુલ ‘ગન લોબી’ રાજકીય દબાણ ઉભું કરીને ગન કલ્ચર નાબૂદ થવા દેતી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top