સુરતના રસ્તા પર ફિલ્મી દૃશ્ય, ધોળા દિવસે કિશોરીના અપહરણનો પ્રયાસ
Kidnapping attempt in Surat: સુરતમાં કાયદો અને વ્યવસ્થા સતત કથળતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. રોજ ગુનાની ઘટનાઓ વધતી જઈ રહી છે, જાણે કે અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ભય જ રહ્યો નથી. આપણે ફિલ્મોમાં ધોળા દિવસે અપહરણ કરવાના દૃશ્ય જોયા છે, એવી જ રીતે કાપોદ્રામાં ધોળા દિવસે એક યુવતીના અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, કાપોદ્ર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરીએ 27 જાન્યુઆરીના રોજ ઘરથી બસ પકડીને સરથાણા વિસ્તારમાં આવેલી ગારમેન્ટની દુકાને નોકરી કરવા જઇ રહી હતી. બસમાંથી કાપોદ્રા ચાર રસ્તા પર ઉતર્યા બાદ રીક્ષામાં બેસીને સરથાણા જતી હતી, પરંતુ વરાછા ઓવરબ્રીજ પર રીક્ષા બંધ પડી જતા કિશોરી ચાલતી જ જઈ રહી હતી. ત્યારે BRTS રૂટમાં સામેથી 6724 નંબરની સફેદ કલરની કાર આવી હતી. આ કારમાં 2 લોકો હતા.
ડ્રાઈવિંગ સીટ પર બેઠા ઇસમે કિશોરીને તેની સાથે સગાઇ કરવાની કહ્યું હતું. જો કે કિશોરીએ કોઈ જવાબ આપ્યો નહોતો, જેથી બાજુમાં બેઠા શખ્સે બોલ્યો હતો કે આ એમ નહીં માને તેને ઉઠાવી લઈએ. ત્યારબાદ તેણે કિશોરીના ગળામાં રૂમાલ નાખીને પોતાની તરફ ખેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિશોરી જોર લગાવીને ભાગી છૂટી હતી, આ દરમિયાન તેને ગળામાં ઇજા પહોચી હતી. ત્યારબાદ પણ આ લોકોએ તેનો પીછો કર્યો અને ગાળો આપીને અભદ્ર માગ કરી હતી. આ અંગે કિશોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને CCTVમાં આ કિશોરી દેખાઈ હતી, પરંતુ કાર ટ્રેક ન થતા પોલીસ પણ વિમાસણમાં મુકાઈ ગઇ હતી.
આ અગાઉ ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષીય કિશોરીને સીટી મારીને છેડતી કરવામાં આવી હતી. ડિંડોલી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી 8:30 વાગ્યાના સમયગાળામાં સોસાયટીમાં કરિયાણાનો સમાન લેવા માટે દુકાને ગઈ હતી ત્યારે મોહલ્લામાં જ રહેતો યુવક બાઇક લઈને આવ્યો હતો અને ગાડી સામે ઊભી કરી દઈને સીટી મારી હતી. આ સાથે જ સગીર બાળકને મોબાઈલ નંબર લેવા મોકલ્યો હતો. આ અંગે કિશોરીએ નજીકમાં ઊભા ભાઈ અને પિતાને જાણ કરી હતી, જેથી આ યુવકે તેમની સાથે પણ મારામારી કરી હતી, જેથી આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp