હવે પહેલવાનોના સમર્થનમાં યોગગુરુ બાબા રામદેવ મેદાને પડ્યા! કહ્યું બ્રિજભૂષણ સિંહ જેલમાં હોવા જો

હવે પહેલવાનોના સમર્થનમાં યોગગુરુ બાબા રામદેવ મેદાને પડ્યા! કહ્યું બ્રિજભૂષણ સિંહ જેલમાં હોવા જોઈએ!

05/27/2023 National

SidhiKhabar

SidhiKhabar

હવે પહેલવાનોના સમર્થનમાં યોગગુરુ બાબા રામદેવ મેદાને પડ્યા! કહ્યું બ્રિજભૂષણ સિંહ જેલમાં હોવા જો

Ramdev supports Wrestlers Protest : ઘણા લાંબા સમયથી પહેલવાનો અને સરકાર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને પક્ષો તરફથી થોડા થોડા દિવસે વિવાદાસ્પદ બયાનો આવતા રહે છે. પહેલવાનોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ ઉપર યૌન શોષણ સહિતના ગંભીર આરોપો મુક્યા છે, તેમજ આ મામલે સિંહ સામે પોલીસ એફઆઈઆર પર નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. એ દરમિયાન સામાન્ય રીતે સરકાર સમર્થક હોવાની છાપ ધરાવતા બાબા રામદેવ પહેલવાનોના સમર્થનમાં કૂદી પડ્યા છે, જેના કારણે આખા મામલાએ ફરી ગરમી પકડી છે.


શું બોલ્યા રામદેવ?

શું બોલ્યા રામદેવ?

યોગગુરુ સ્વામી રામદેવ હવે જંતર-મંતર પર કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા રેસલર્સ પ્રોટેસ્ટના સમર્થનમાં સામે આવ્યા છે. સ્વામી રામદેવે કહ્યું છે કે WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. રામદેવે કહ્યું કે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો દ્વારા રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લગાવવામાં આવેલા ઉત્પીડનના આરોપો અત્યંત શરમજનક છે. આવા લોકોની ધરપકડ કરીને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. તે દરરોજ માતા, બહેન અને પુત્રીઓ વિશે વાહિયાત વાતો કરે છે. આ અત્યંત નિંદનીય છે. પાપ છે.


“હું માત્ર બયાન આપી શકું, એને જેલમાં નહિ નાખી શકું!” : રામદેવ

“હું માત્ર બયાન આપી શકું, એને જેલમાં નહિ નાખી શકું!” : રામદેવ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના ભીલવાડામાં સ્વામી રામદેવનો ત્રણ દિવસીય યોગ શિબિર છે. જંતર-મંતર પર જ્યારે સ્વામી રામદેવને બ્રિજભૂષણ સિંહ અને કુસ્તીબાજોના પ્રદર્શન પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત કહી. જ્યારે રામદેવને પૂછવામાં આવ્યું કે એફઆઈઆર નોંધાયા બાદ પણ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવામાં આવી નથી તો રામદેવે જવાબ આપ્યો કે હું માત્ર નિવેદન આપી શકું છું. હું તેને જેલમાં ન મૂકી શકું.

સ્વામી રામદેવે વધુમાં કહ્યું કે હું રાજકીય રીતે તમામ પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ છું. હું બૌદ્ધિક નાદાર નથી. હું માનસિક કે બૌદ્ધિક રીતે પડકારી શકાય એવો નથી, મારી પાસે દેશ પ્રત્યેનું વિઝન છે. રામદેવે એમ પણ કહ્યું કે જ્યારે હું રાજકીય દૃષ્ટિકોણથી નિવેદન આપું છું ત્યારે મામલો થોડો ઊંધો વળે છે અને તોફાન આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top